સગીરા પર દૂષ્કર્મ કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી છે. તબિયત ખરાબ થતા આસારામને માહાત્મા ગાંધી હૉસ્પિટલમાં ઈમરજંસી વોર્ડમાં દાખલ કરાયા છે.


સુત્રોની માહિતી પ્રમાણે આસારામને હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ ઈમરજંસી વોર્ડમાં દાખલ કરાયા છે. આ પહેલા તેમની તબીયત લથડતા જેલના દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી. જોકે, બાદમાં તબીયત વધારે લથડતા તેમને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આસારામ યૌન શોષણના કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહ્યા છે. આસારામે જેલમાંથી બહાર આવવા માટે અનેક જામીન અરજીઓ પણ કરી છે. જોકે, કોર્ટ દ્વારા તેને ગ્રાહ્ય રાખવામાં આવી નથી.

આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલથી મથુરાદાસ માથુર હોસ્પિટલના સીસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આસારામની તબિયત બગાડવાના સમાચાર જાણીને તેમના સમર્થક મોટી સંખ્યામાં હોસ્પિટલની બહાર ઉમટી પડયા હતા.

મહત્વની વાત તે છે કે ગત અઠવાડિયે જ રાજસ્થાન હાઈકોર્ટમાં આસારામના મામલે સુનાવણી થવાની હતી. પરંતુ વકીલ કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. અને હવે આ મામલે 8 માર્ચે સુનાવણી હાથ ધરાશે.