Covid-19 : ફરી એકવાર દુનિયાભરમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે, આ વખતે નવો વેરિએન્ટ સતત સંક્રમણ ફેલાવી રહ્યો છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે.


આ બધાની વચ્ચે WHOએ કોરોનાની નવા લક્ષણ વિશે પણ ખુલાસો કર્યો છે, જે સૌથી વધુ ઘાતક છે, આ 'બ્રેન ફૉગ' કહે છે. જાણો શું છે 'બ્રેન ફૉગ'... 


'બ્રેન ફૉગ' શું છે ?
ભ્રમને 'બ્રેન ફૉગ' પણ કહેવામાં આવે છે, જે લૉન્ગ કૉવિડનુ એક લક્ષણ છે. હવે વિચારી રહ્યાં હશો કે આ બ્રેન ફૉગ શું છે ? બ્રેન ફૉગ ત્યારે થયા છે જ્યારે કોઇ વ્યક્તિને પોતાની યાદદાસ્ત કે એકાગ્રતાની સમસ્યા થાય છે, અને આને લૉન્ગ કૉવિડના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છ. 


લૉન્ગ કૉવિડના લક્ષણ -


- ધ્યાનની કમી 
- વિચારવામાં સમસ્યા 
- ઉલઝન 
- ભૂલી જવુ 
- માનસિક રીતે થાક અનુભવવો 


Covid 19 New Symptom: કોરોના મહામારી હજુ સુધી ખતમ નથી થઇ, આની ગંભીરતાને લઇને તમામ સ્વાસ્થ્ય એજન્સીઓ આજે પણ રિસર્ચ કરી રહી છે. કોરોનાના કેટલાય લક્ષણોનુ લિસ્ટિંગ કરવામા આવ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવુ લક્ષણ સામે આવ્યુ છે જે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યુ છે. હવે WHOએ પણ આને ગંભીરતાથી લીધુ છે. WHOએ ચેતાવણી આપી છે કે, આનાથી તમામ દેશો બચીને રહેવુ પડશે. જાણો શું છે આ નવુ લક્ષણ અને કેટલુ છે ખતરનાક.. 


કોરોનાનુ નવુ લક્ષણ આવ્યુ સામે  - 
'ધ મિરર'ના રિપોર્ટ અનુસાર, એનએચએસના તાજા અપડેટ કરવામાં આવેલા લિસ્ટથી કોરોના વાયરસનુ એક લક્ષણ ગાયબ છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) આના વિશે ચેતાવણી આપી છે. ઠંડી લાગવી, સતત ઉઘરસ, ગંધ કે સ્વાદની કમીને કોરોના મુખ્ય લક્ષણો તરીકે સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે. આ પછી શ્વાસની તકલીફ, બિમારીનો અનુભવવી, થાક લાગવો, દુઃખાવો, ગળામાં ખરાશ, માથાનો દુઃખાવો, નાક નીતરવુ, ભૂખ ના લાગવી, અને ઝાડાને પણ આમાં સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે.  


WHOએ આપી ચેતાવણી - 
જે લક્ષણો અધિકારીક રીતે સૂચીબદ્ધ નતી તે ભ્રમ છે. રોગ નિયંત્રણ કેન્દ્ર (સીડીસી) અને WHO બન્નેની જ ભ્રમને કોરોના વાયરસના લક્ષણો તરીકે સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે. WHO ના લિસ્ટ અંતર્ગત, ભ્રમને એક 'ગંભીર લક્ષણ' તરીકે સૂચીબદ્ધ કરવામાં આવ્યુ છે, અને આનાથી પીડિત કોઇપણ વ્યક્તિને તાત્કાલિક ચિકિત્સા સહાયતા લેવાની  સલાહ આપવામાં આવે છે. 


Covid-19 New Variant: કોરોનાનો નવો વેરિઅન્ટ XE છે વધારે સંક્રામક, જાણો નવી લહેર આવવાની કેટલી છે સંભાવના ?
Covid-19 New Variant:  વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે. WHO  દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નવા વેરિઅન્ટનું નામ 'XE' છે, જે પહેલાના વેરિઅન્ટ એટલે કે Omicronના BA.2 સબ-વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે. 'XE' ના આગમન પહેલા, BA.2 કોવિડ-19નો સૌથી ચેપી માનવામાં આવતો હતો. હવે 'XE' વેરિઅન્ટને સૌથી ખતરનાક માનવામાં આવી રહ્યો છે.


કોરોનાની ચોથી લહેર આવશે ?
કોવિડ -19 ની ચોથી લહેર પર, ડિરેક્ટર રાકેશ કુમારે કહ્યું કે, નવો વેરિઅન્ટ કેટલો અને કેવા પ્રકારની અસર કરે છે તે અંગે અમારી પાસે કોઈ પૂરતી માહિતી નથી. આવી સ્થિતિમાં અમે કહી શકતા નથી કે આ નવો વેરિઅન્ટ કોરોનાની નવી લહેર લાવી શકે છે કે નહીં. તેમણે લોકોને હજુ પણ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, બધા નિયમોનું પાલન કરવું જોઈએ, કોરોનાની રસી સમયસર લેવી જોઈએ, બૂસ્ટર ડોઝ લેવાનો હોય તો લઈ લેવો જોઈએ, ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ અને કોઈને પણ મળતા પહેલા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તેવી સલાહ આપી છે.