ભુવનેશ્વરઃ ચક્રવાતી વાવાઝોડુ 'ફાની'એ ભયાનક રૂપ લઇ લીધુ છે. આજે સવારે વાવાઝોડુ ઓડિશાના દાખલ થયુ. ઓડિશાના દરિકાકાંઠાના વિસ્તારોમાં પહોંચીને તબાહી મચાવી શકે છે, લગભગ પોણા બસ્સો કિલોમીટરની ઝડપે વાવાઝોડુ ઓડિશામાં ત્રાટકશે, આ ગંભીર અને ભયાનક વાવાઝોડાને નિપટવા માટે સરકારે યોગ્ય અભિયાન અને બંદોબસ્ત કરી દીધો છે.
શું છે 'ફાની' શબ્દનો અર્થ, કયા દેશે આપ્યું છે આ નામ...
આ ખતરનાક ચક્રવાતી વાવાઝોડા 'ફાની' વિશે તમે જરૂર જાણવા માંગતા હશે. આનું નામ 'ફાની' કેમ રાખ્યુ અને આ શબ્દનો અર્થ શું થાય છે, આ નામ વાવાઝોડાને કયા દેશે આપ્યુ? આ સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો હશે. અહીં અમે તમને 'ફાની' વિશે વિગતવાર સમજાવી રહ્યાં છીએ.
ખરેખરમાં, 'ફાની' ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉઠી રહ્યું છે. એટલે આ વાવાઝોડાને નામ આપવાની જવાબદારી આ વિસ્તારમાં આવેલા દેશોની છે. જેમાં બાંગ્લાદેશ પણ સામેલ છે. વાવાઝોડાને 'ફાની' નામ બાંગ્લાદેશ દ્વારા જ મળ્યુ છે. 'ફાની'નો અર્થ સાપ થાય છે.
ચક્રવાતનું નામ 'ફાની' કેમ?, શું થાય છે તેનો અર્થ, કયા દેશે પાડ્યુ આ નામ, જાણો અહીં વિગતવાર
abpasmita.in
Updated at:
03 May 2019 09:37 AM (IST)
ઓડિશાના દરિકાકાંઠાના વિસ્તારોમાં પહોંચીને તબાહી મચાવી શકે છે, લગભગ પોણા બસ્સો કિલોમીટરની ઝડપે વાવાઝોડુ ઓડિશામાં ત્રાટકશે, આ ગંભીર અને ભયાનક વાવાઝોડાને નિપટવા માટે સરકારે યોગ્ય અભિયાન અને બંદોબસ્ત કરી દીધો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -