નવી દિલ્હીઃ પંજાબના પટિયાલામાં કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લૉકડાઉનમાં આજે નિહંગ શીખોએ પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો. નિહંગ શીખોએ પહેલા પોતાની ગાડીથી બેરિકેડને ટક્કર મારી અને પછી તલવારથી એએસઆઇનો હાથ કાપી નાંખ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં સ્થિતિ તણાવભરી થઇ ગઇ છે. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થાય છે. જાણો કોણ છે આ નિહંગ શીખ..........
આક્રમક વ્યક્તિત્વ માટે ઓળખાય છે નિહંગ શીખ....
ખરેખરમાં, નિહંગ શીખ તેમના આક્રમક વ્યક્તિત્વ માટે જાણીતા છે. પરંપરાગત હથિયાર રાખનારા શીખોને જ નિહંગ શીખ કહેવાય છે. કહેવાય છે કે, આવા શીખો પુરેપુરા દસમ ગુરુઓના આદેશો માટે દરેક સમયે તત્પર રહે છે. દસમ ગુરુઓના કાળમા આ શીખો ગુરુ સાહિબાનોના પ્રબળ પ્રહરી હતા.
આ શીખો વિશે એ પણ કહેવાયુ છે કે, શીખ ધર્મ પર હુમલો થઇ જાય તો આ નિહંગ શીખો તે સમયે પોતાની જિંદગીની પરવા કર્યા વિના શીખ અને ગુરુ ગ્રંથ સાહિબના છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરે છે.
પોતાના ધર્મ માટે હંમેશા સમર્પિત.....
નિહંગ શીખો પોતાના ધર્મ માટે દરેક સમયે હંમશા તત્પર રહે છે, અને સામાન્ય શીખોને માનવતાનું વિશેષ ધ્યાન રાખવા પ્રેરિત કરે છે. નિહંગ શીખોનુ ધર્મ ચિન્હ સામાન્ય શીખોની અપેક્ષા કરતા વધુ મોટુ હોય છે. જન્મથી લઇને જીવનના અંત સુધી જેટલા પણ જીવન સંસ્કાર હોય છે, શીખ ધર્મ અનુસાર આ તેમનું પ્રેમથી નિર્વહન કરે છે.
આજે પટિયાલામાં શું થયુ...
આજે શાહી શહેર પટિયાલાની સનૌર શાકભાજી માર્કેટની પાસે નિહંગ શીખોની પોલીસકર્મીઓ સાથે તકરાર થઇ ગઇ. જેના કારણે ગુસ્સામાં આવેલા નિહંગ શીખોએ પોલીસ વાળાઓ પર તલવારથી હુમલો કરી દીધો. આ હુમલામાં એક એએસઆઇનો હાથ કાપી નાખ્યો હતો. વળી, ત્રણ અન્ય પોલીસકર્મીને પણ ઘાયલ કરી દીધા હતા. પોલીસે આરોપી નિહંગ શીખોને પકડી લીધા છે. તે બધા પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કેસ દાખલ કરી દીધો છે.
જાણો કોણ હોય છે 'નિહંગ શીખ'? જેઓ પંજાબમાં પોલીસકર્મીનો હાથ કાપીને આવ્યા છે ચર્ચામાં.......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2020 02:29 PM (IST)
આ શીખો વિશે એ પણ કહેવાયુ છે કે, શીખ ધર્મ પર હુમલો થઇ જાય તો આ નિહંગ શીખો તે સમયે પોતાની જિંદગીની પરવા કર્યા વિના શીખ અને ગુરુ ગ્રંથ સાહિબના છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -