નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં દિવસે દિવસે સ્થિતિ વધુ વણસી રહી છે, શનિવારે અહીં વધુ ત્રણ વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે. આ ત્રણેયને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેરા કરાયા છે.
વધુ ત્રણ વિસ્તારો હૉટસ્પૉટ જાહેર....
સરકારે શનિવારે એ-30, માનસરોવર ઉદ્યાન રાજૌરી, ગલી નંબર 1થી 10 મકાન, નંબર 1થી 1000 સી બ્લૉક જહાંગીરપુરી અને દેવલી એક્સ્ટેન્શન સામેલ છે. આ ત્રણેય વિસ્તારો સીલ કરાયા બાદ હવે દિલ્હીમાં કુલ 33 વિસ્તારો હૉટસ્પૉટ થઇ ગયા છે.
આ વિસ્તારોમાં કોઇપણ વ્યક્તિને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહીં કોઇપણ પ્રકારની અવરજવર નથી.
નોંધનીય છે કે, કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને દિલ્હીમાં 1000ને પાર પહોંચી ગઇ છે. આમાં 19 લોકોના મોત થયા છે, અને 25 લોકો સાજા થયા છે.
દિલ્હીમાં વધુ ત્રણ હૉટસ્પૉટ વિસ્તારો સીલ, અત્યાર સુધી કુલ 33 વિસ્તારો પુરેપુરા બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2020 12:03 PM (IST)
શનિવારે અહીં વધુ ત્રણ વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે. આ ત્રણેયને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેરા કરાયા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -