નવી દિલ્હી :  જમ્મુ કાશ્મીર પર પ્રધાનમંત્રી મોદીની બેઠક પૂર્ણ થઈ છે. પ્રધાનમંત્રી નિવાસ પર આ બેઠક આશરે ત્રણ કલાક સુધી ચાલી. જમ્મુ કાશ્મીરના આઠ પક્ષોના 14 નેતાઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી. બેઠક બાદ અલ્તાફ બુખારીએ કહ્યું પ્રધાનમંત્રી મોદીએ સાથે બેઠક દરમિયાન પરિસીમન પર ચર્ચા થઈ હતી. અલ્તાફ બુખારીએ કહ્યું અમને ચૂંટણીના રોડમેપની દિશામાં આશ્વાશન આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમે પૂર્ણ રાજ્યોને દરજ્જો આપવાને લઈને પ્રતિબદ્ધ છીએ. 



પીએમ મોદીની બેઠક બાદ કૉંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે ચર્ચા દરમિયાન જણાવ્યું કે જે રીતે સ્ટેસ ડિઝોલ્વ થયું તે નહોતું થવુ જોઈતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર આ કરવામાં આવ્યું. પરંતુ તમામ વસ્તુઓ કહ્યું બાદ અમે પાંચ મોટી માંગ સરકાર સામે રાખી છે.  અમે માંગ રાખીને રાજ્યોને દરજ્જો જલ્દી આપવો જોઈએ. અમે એ પણ માંગ રાખી કે કાશ્મીરી પંડિતોને પરત લાવે અને તેમના પુર્નવસનમાં મદદ કરે. રાજકારણ સાથે જોડાયેલા લોકો (પોલિટિક પ્રિઝનર્સ) બંધ છે તેમને છોડવામાં આવે. અમે સરકારને કહ્યું કે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો સમય છે. વિધાનસભા ચૂંટણી જલ્દી યોજાય તે વાત પણ કરી.


સૂત્રો મુજબ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દિલ્હીનું અંતર અને દિલનું અંતર ઓછુ કરીશું. પીએમ મોદીએ કહ્યું જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય સારૂ બનાવશું. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે પરિસીમનની પ્રક્રિય પૂર્ણ થતા ચૂંટણી કરાવશું. તેમણે કહ્યું પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાને લઈને પ્રતિબદ્ધ છે.


આ બેઠક દરમિયાન નેશનલ કૉન્ફરન્સના ફારુખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, કૉંગ્રેસના ગુલામ નબી આઝાદ, ગુલામ અહમદ મીર, તારાચંદ, પીડીપીના મહબૂબા મુફ્તી, ભાજપના નિર્મલ સિંહ, કવિન્દ્ર ગુપ્તા અને રવિન્દ્ર રૈના, પીપુલ કૉન્ફ્રેસના મુઝફ્ફર બેગ અને સજ્જાદ લોન, પૈંથર્સ પાર્ટીના ભીમ સિંહ, સીપીઆઈએમના એમવાઈ તારીગામી, જેકે અપની પાર્ટીના અલ્તાફ બુખારી સામેલ હતા. આ બેઠકમાં આઠ રાજકીય પક્ષોના 14 નેતાઓ સામેલ હતા. આ સાથે જ જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા પણ સામેલ થયા હતા.