Punjab New CM: ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી હશે. કૉંગ્રેસે પંજાબમાં દલિત નેતાને મુખ્યમંત્રી બનાવ્યા છે. ચન્નીને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરિશ રાવતે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી હતી.
2017માં જ્યારે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે તેમને ટેકનિકલ શિક્ષણ અને ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ચન્નીએ અગ્રણી લોકોમાંના એક હતા જેમણે અમરિન્દર સિંહ સામે ઓગસ્ટમાં કરવામાં આવેલા બળવાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પંજાબના મુદ્દાઓને ઉકેલવા માટે અમને અમરિન્દર પર વિશ્વાસ નથી. ચરણજીત સિંહ ચન્ની 2015થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. ચન્ની દલિત નેતા છે.
આવતીકાલે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રીની રેસમાં રંધાવા આગળ હતા પરંતુ અચાનક જ ચરણજીત સિંહ ચન્નીના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ વખત પંજાબમાં કૉંગ્રેસે દલિત ચહેરો આપ્યો છે. ચમકૌર વિધાનસભા બેઠકથી તેઓ ધારાસભ્ય છે. ચરણજીત સિંહ ચન્ની કેપ્ટન સરકારમાં શિક્ષણ અને પર્યટન મંત્રી હતા. પંજાબ વિધાનસભામાં વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. હરીશ રાવતે માહિતી આપી હતી કે, ચન્નીને સર્વાનુમતે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી માટે અનેક નેતાના નામ સામે આવ્યા હતા. થોડા સમય પહેલા સુધી સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ હવે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે કેપ્ટન અમરિંદર સરકારમાં ચરણજીત સિંહ મંત્રી હતા.
પંજાબ કોંગ્રેસમાં સુખજિંદર સિંહ રંધાવા (સુક્ખી)ના નામ પર સહમતિ બની ગઈ હતી પરંતુ નવજોત સિંહ સિદ્ધુને આ નામ રાજી નહોતા. નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું નામ CM પદ માટે આગળ કર્યુ હતું પરંતુ પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે હાઇકમાન્ડે તેમની આ વાત માની નહોતી.