નવી દિલ્લીઃ અમેરિકી ડ્રોન પ્રીડેટર કરતા વધુ ખતરનાક અને ઇજરાઇલી ડ્રોન કરતા વધુ મજબૂત સ્વદેશી ડ્રોન રૂસ્તમ-2 સેનમાં શામિલ થવા તૈયાર છે. યુદ્ધ દરમિયના દુશ્મન પર ત્રાટકે છે અને તેનુ નિશાન ક્યારેય ખાલી નથી જતુ.'રૂસ્તમ-2' દુશ્મન પહોંચથી દૂર રહીને તેની સાચી લોકેશન અને શક્તીનું અનુમાન લગાવીને યમદૂત જેમ હૂમલો કરે છે.


આની ખાસિયત એ છે કે, પોતાની ચપળતાના કારણે દુશ્મનોની આંખો સામેથી પળવારમાં ગાયબ થઇ જાય છે. દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાના ઇરાદા સાથે રૂસ્તમ 24 કલાક સુધી આકાસમાં છુપાઇને નિશાન સાધી શકે છે. ડીઆરડીઓ, એચએએલ અને બીએએલ સહયોગથી બનાવવામાં આવેલા આ ડ્રોનને તેના જન્મદાતા પ્રોફેસર રૂસ્તમ દમાનિયાના નામ પર તેનું નામ રાખવામાં આવ્યું છે.