કોણ લઈ શકશે કોવિડ કેર સેન્ટરની સુવિધાનો લાભ
આ કેન્દ્ર સાધારણ લક્ષણોવાળા કોરોના વાયરસના દર્દીઓ માટે બનાવાયું છે. જે લોકોના ઘરમાં આઈસોલેનશનની વ્યવસ્થા નથી તેવા લોકો માટે આ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
આ કોવિડ કેર સેન્ટર 1700 ફૂટ લાંબુ અને 700 ફૂટ પહોળું છે. જેનો આકાર ફૂટબોલના આશરે 20 મેદાન જેટલો છે. તેમાં 200 આવા પરિસર છે, જેમાં પ્રત્યેકમાં 50 બેડ છે. અધિકારીઓનું કહેવું છે કે વિશ્વમાં આ પ્રકારનું સૌથી મોટું કેન્દ્ર છે.
દિલ્હીમાં જૂન મહિનામાં અચાનક વધેલા કોરોના સંક્રમણ મામલા બાદ આ કોવિડ સેન્ટરના કામમાં ગતિ લાવવામાં આવી હતી. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેનું નિરીક્ષણ કર્યુ હતું.
ઉદ્ઘાટન બાદ ઉપરાજ્યપાલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને તેને કોરોના સામે દિલ્હીની લડાઈમાં મહત્વની ભૂમિકા નિભાવનારું કેન્દ્ર બતાવ્યું હતું.
કાનપુર કેસઃ પોલીસને મળી મોટી સફળતા, વિકાસ દુબેનો ખાસ સાથી દયાશંકર પકડાયો