આર્થિક રીતે નબળા અને હોંશિયાર વિદ્યાર્થીઓને દર વર્ષે સરકાર તરફથી સ્કોલરશિપ્સ આપવામાં આવે છે. જેમાં આર્થિક સહાયતા ઉપરાંત અન્ય પ્રકારે પણ સહાય આપવામાં આવે છે. અમે તમને આવી ટોપ-5 સ્કોલરશિપ્સ અંગે જણાવી રહ્યા છીએ.
NMMS: નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ એક્ઝામ
આ સ્કીમ આર્થિક રીતે નબળા વર્ગોના હોંશિયાર વિદ્યાર્થીઓની મદદ માટે છે. જે વિદ્યાર્થી હાલ ધો.9માં ભણે છે તેમને માધ્યમિક સ્તરે અભ્યાસ શરૂ રાખવા પ્રોત્સાહિત કરવા માટે વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવે છે. જેમાં અરજી કરવા માટે વિદ્યાર્થીના પરિવારની મહત્તમ આવક 1.50 લાખ રૂપિયા હોવી જરૂરી છે.
- યોગ્યતાઃ ધો. 7 તથા ધો.8માં 55 ટકા ગુણ
- સ્કોલરશિપઃ 12 હજાર રૂપિયા પ્રતિ વર્ષ
- અરજીનો સમયગાળોઃ ઓગસ્ટથી નવેમ્બર
- કેવી રીતે કરશો અરજીઃ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન.
- https://scholarships.wbsed.gov.in/
NTSE: નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તેનું આયોજન કરે છે. આ સ્કોલરશિપ માટે કોઈપણ માન્યતા પ્રાપ્ત સ્કૂલમાં 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી અરજી કરી શકે છે. આ પરીક્ષા રાજ્ય સ્તરે અને ઓલ ઈન્ડિયા સ્તરે યોજાય છે.
- યોગ્યતાઃ ધો.10માં ભણતા કોઈ પણ વિદ્યાર્થી
- સ્કોલરશિપઃ 1250 રૂપિયા પ્રતિ માસ
- અરજીનો સમયગાળોઃ ઓગસ્ટથી સપ્ટેમ્બર
- કેવી રીતે કરશો અરજીઃ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના લાઇઝન ઓફિસરના માધ્યમથી
- https://scholarships.wbsed.gov.in/index.php
CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ
જે વિદ્યાર્થીનીઓ તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન હોય તેમના માટે જ આ સ્કોલરશિપ છે. જેનો ઉદ્દેશ છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. સીબીએસઈ સ્કૂલમાં ધો.11 અને 12માં ભણતી વિદ્યાર્થીનીઓ આ સ્કોલરશિપનો લાભ લઈ શકે છે. જે વિદ્યાર્થીનીની ટ્યૂશન ફી શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રતિ મહિને 1500થી વધારે ન હોય તે આ યોજના માટે અરજી કરી શકે છે.
- યોગ્યતાઃ સીબીએસઈ બોર્ડની ધો.10ની પરીક્ષામાં 60 ટકા ગુણ
- સ્કોલરશિપઃ બે વર્ષ સુધી (ધો.11 અને 12 દરમિયાન) પ્રતિ માસ 500 રૂપિયા
- અરજીનો સમયગાળોઃ સપ્ટેમ્બરથી ઓક્ટોબર
- કેવી રીતે કરશો અરજીઃ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ પરથી
- https://www.cbse.gov.in/Scholarship/Webpages/Guidelines%20and%20AF.html
લઘુમતીઓ માટે પ્રી મેટ્રિક સ્કોલરશિપ
ભારત સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા આ સ્કોલરશિપ આપવામાં આવે છે. જેનો હેતુ લઘુમતી સમાજના બાળકોમાં શિક્ષણનું સ્તર વધારવાનો છે. આ સ્કોલરશિપનો લાભ લેવા વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેલવ્યા હોવાજરૂરી છે. ઉપરાંત પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
- યોગ્યતાઃ લઘુમતી વિદ્યાર્થીઓ
- સ્કોલરશિપઃ એડમિશ ફી, ટ્યૂશન ફી, મેંટેનેંસ એલાઉંસ
- કેવી રીતે કરશો અરજીઃ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પરથી.
- https://scholarships.gov.in/
પ્રી મેટ્રીક સ્કોલરશિપ
દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ દ્વારા આ સ્કોલરશિપ આપવામાં આવે છે. જેનો ઉદ્દેશ 9માં કે 10માં ધોરણમાં ભણતાં દિવ્યાંગોને સહાયતા ઉપલબ્ધ કરાવવાનો છે. જે વિદ્યાર્થી 40 ટકા તેથી વધુ દિવ્યાંગ હોય તેને જ આ સ્કોલરશિપનો લાભ મળશે. આ સ્કોલરશિપની બીજી એક શરત પરિવારની વાર્ષિક આવક 2.50 લાખથી ઓછી હોવી જોઈએ. જે અંતર્ગત સ્ટૂડેંટ્સને મેંટેનેંસ એલાઉંસ, ડિસેબિલિટી એલાઉંસ અને બુક ગ્રાંટ મળશે.
http://disabilityaffairs.gov.in/upload/uploadfiles/files/advertisement%20in%20hindi%202020-21.pdf
- સ્કોલરશિપઃ મેંટેનેંસ એલાઉંસ, ડિસેબિલિટી એલાઉંસ અને બુક ગ્રાંટ
- કેવી રીતે કરશો અરજીઃ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ દ્વારા
- http://disabilityaffairs.gov.in/contenthi/page/scholarship-hi.php
Education Loan Information:
Calculate Education Loan EMI