નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટ પીએમ મોદીની વિરૂદ્ધ કથિત ટિપ્પણીને લઇને વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ વિરૂદ્ધ રાજદ્રોહનો  કેસ રદ્દ કરાવનો આદેશ આપ્યો છે. કોર્ટ કહ્યું કે. 1962ના એક નિર્ણય હેઠળ રાજદ્રોહના મામલે પત્રકારોના મામલે પત્રકારોને સુરક્ષાનો અધિકાર છે. એફઆઇઆરમાં આરોપ લગાવાવમાં આવ્યો છે કે, વિનોદ દુઆએ ખોટી જાણકારી પ્રસારિત કરવાની કોશિશ કરી હતી. જાણકારી એ હતી કે, સરકાર પાસે કોવિડ-19ની પર્યોપ્ત તપાસની સુવિધા નથી. 



શું છે રાજદ્રોહ કાયદો


આઇપીસીની ધારા 124 Aનો અર્થ છે સેડિશન અટેલ રાજદ્રોહ. જો કોઇ આપના ભાષણ અથવા લેખ અથવા તો બીજી રીતે ભારત સરકા વિરૂદ્ધ નફરત ફેલાવાની કોશિશ કરે તો તેમને આઇપીસી એક્ટ  124 A હેઠળ કેટલાક કેસમાં ઉંમર કેદન સજા થઇ શકે છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે. ભારત સરકારનો મતલબ સંવિધાનથી બનેલી સરકારથી છે ન તો કોઇ નેતા કે પાર્ટીથી છે.


શું સરકારની આલોચના કરવી રાજદ્રોહ  


રાજદ્રોહ પર 1962માં સુ્પ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. કેદારનાથ સિંહ બનામ બિહાર મામલે સુપ્રીમ કોર્ટે આમ તો આ કલમને બનાવી રાખી હતી. તેમને અસંવૈધાનિક ધોષિત રદ કરવાથી મના કરી દીધો હતો. જો કે  આ ધારાની સમય સીમા નક્કી કરી દીધી છે. કોર્ટે ,સ્પષ્ટ કરી દીધું કે,  માત્ર સરકારની આલાચના રાજદ્રોહનનથી મનાતો. આ મામલે કોઇ ભાષણ  અથવા લેખનો હેતુ જો દેશમાં કોઇ હિંસા ભડકાવાવનો હોય તો તો તેને અપરાધ ગણાશે. બાદ 1995માં બલવંત સિહ આ મામલે સુપ્રીમ કોર્ટે ખાલિસ્તાનનના સર્મથનમાં નારે લગાવનારને પણ છોડી દીધો હતો કારણ કે તેમને માત્રા નારા લગાવ્યાં હતા. 


વર્ષ 2010 થી 2020 સુધીમાં દેશના  કુલ 816 કેસોમાં 10,938 ભારતીય લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે. જેમાંથી એનડીએ સરકારમાં 65 ટકા કેસ નોંધાયા હતા. 2010-14ની વચ્ચે, 3762 ભારતીયો સામે 279 કેસ નોંધાયા હતા. તે જ સમયે, 2014-20 વચ્ચે 7136 લોકો સામે 519 કેસ નોંધાયા હતા. આ 10 વર્ષમાં પાંચ રાજ્યોમાં સૌથી વધુ 65 ટકા (534) કેસ નોંધાયા છે. આ રાજ્યો છે- બિહાર, કર્ણાટક, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તમિળનાડુ. બિહારમાં 168, તામિલનાડુમાં 139, ઉત્તર પ્રદેશમાં 115, ઝારખંડમાં 62 અને કર્ણાટકમાં 50 કેસ નોંધાયા છે.


યુપીએ સરકાર દરમિયાન વર્ષ 2011 માં દેશદ્રોહના સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે  કુંદન કોલમ ન્યુક્લિયર પ્રોટેસ્ટ  વિભક્ત વિરોધ ચાલી રહ્યો હતો. કુલ 130 કેસ નોંધાયા હતા. આ પછી, દેશમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) વિરુદ્ધ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે, મહત્તમ સંખ્યા 2019 અને 2020 માં નોંધાઈ હતી. વર્ષ 2019 માં 118 અને 2020 માં 107 કેસ નોંધાયા હતા. 2020 માં, દેશદ્રોહ કાયદો દિલ્હીના તોફાનો, કોરોનો સંકટ અને હાથરસ બળાત્કારના મામલાને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો.