અમદાવાદ સહિત દેશમાં જોવા મળ્યો સૂર્યગ્રહણનો અદભુત નજારો, PM મોદીએ પણ નીહાળ્યું
ગ્રહણ પછી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. ગ્રહણ સમયે માત્ર મંત્ર જાપ કરવો જોઇએ. આ દરમિયાન પૂજા-પાઠ કરવા નહીં.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
26 Dec 2019 11:22 AM
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, અન્ય ભારતીયોની જેમ સૂર્ય ગ્રહણને લઈ હું પણ ઘણો ઉત્સાહિત હતો પરંતુ વાદળોના કારણે જોઈ ન શક્યો. પરંતુ મેં કોઝિકોડ અને અન્ય ભાગોમાં લાઇવ સ્ટ્રીમથી ગ્રહણની ઝલક મેળવી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, અન્ય ભારતીયોની જેમ સૂર્ય ગ્રહણને લઈ હું પણ ઘણો ઉત્સાહિત હતો પરંતુ વાદળોના કારણે જોઈ ન શક્યો. પરંતુ મેં કોઝિકોડ અને અન્ય ભાગોમાં લાઇવ સ્ટ્રીમથી ગ્રહણની ઝલક મેળવી.
સૂર્યગ્રહણને લઈને ઊંઝા ઉમિયા માતાજી અને બહુચરાજી મંદિર 11.30 કલાક સુધી બંધ રહેશે
ભારતમાં કેરળના કાસરગોડમાં ‘રિંગ ઓફ ફાયર’ જોવા મળી છે. જેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા છે.
ભારતમાં મોટા ભાગની જગ્યાએ ખંડગ્રાસ અને દક્ષિણ ભારતની અમુક જગ્યાએ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું છે.
3 કલાક સુધી આ અદભૂત ગ્રહણના દ્રશ્યો દેખાશે, 70 ટકા જેટલુ સૂર્યગ્રહણ ગુજરાતમાં દેખાશે
વૈજ્ઞાનિકોએ સૂર્ય ગ્રહણ દરમિયાન જે ‘રિંગ ઓફ ફાયર’ની વાત કરી હતી તે દુબઈમાં જોવા મળી.
દુબઈમાં જોવા મળેલો સૂર્ય ગ્રહણનો નજારો
દુબઈમાં જોવા મળેલો સૂર્ય ગ્રહણનો નજારો
રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા ન્યુ પરિમલ સ્કૂલ ખાતે સૂર્ય ગ્રહણ નિહાળવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં ગ્રહણ ને લઈ વૈજ્ઞાનિક મિજાજ કેળવાય, ખોરાક બહાર ફેંકે નહિ અને ભુખ્યાને આપે , પાણીનો બગાડ ન થાય તે હેતુ થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વિવિધ શહેરોમાં પણ સૂર્ય ગ્રહણ દેખાવાનું શરૂ થઈ ગયું છે
સૂર્ય ગ્રહણને લઈ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ કહ્યું છે કે, સૂર્ય ગ્રહણને નરી આંખે જોવાની ભૂલ ન કરવી જોઈએ. વિકિરણોથી બચાવતા ચશ્માનો ઉપયોગ કરો.
આ ગ્રહણ એક ખગોળિય ઘટના હશે, કારણકે આ દિવસે સૂર્ય રિંગ ઓફ ફાયર જેવો દેખાશે.
તમિલનાડુના ચેન્નઈમાં સૂર્ય ગ્રહણની શરૂઆત
તમિલનાડુના ચેન્નઈમાં સૂર્ય ગ્રહણની શરૂઆત
તમિલનાડુના ચેન્નઈમાં સૂર્ય ગ્રહણની શરૂઆત
અમદાવાદમાં સૂર્ય ઉગ્યાની થોડી જ મિનિટોમાં ગ્રહણની શરૂઆત થઈ હતી.
અમદાવાદમાં સૂર્ય ઉગ્યાની થોડી જ મિનિટોમાં ગ્રહણની શરૂઆત થઈ હતી.
અમદાવાદમાં સૂર્ય ઉગ્યાની થોડી જ મિનિટોમાં ગ્રહણની શરૂઆત થઈ હતી.
આગામી સૂર્ય ગ્રહણ ભારતમાં 21 જૂન, 2020ના રોજ જોવા મળશે.
ભારત ઉપરાંત પૂર્વ યુરોપ, ઉત્તર-પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકામાં પણ જોઈ શકાશે. આંશિક સૂર્ય ગ્રહણ સવારે 8.03 કલાકે શરૂ થશે અને સૂર્ય ગ્રહણ સવારે 9.24થી ચંદ્ર સૂંર્યને ઢાંકવાનું શરૂ કરશે અને પૂર્ણ સૂર્યગ્રહણ સવારે9.26 કલાકે જોવા મળશે. સવારે 11.05 કલાક સુધીમાં સૂર્ય ગ્રહણ ખતમ થઈ જશે. આ ગ્રહણનો સમયગાળો 3 કલાક 12 મિનિટ રહેશે.
ગ્રહણ સમયે માત્ર મંત્ર જાપ કરવો જોઇએ. આ દરમિયાન પૂજા-પાઠ કરવા નહીં. ગ્રહણ સમાપ્તિ બાદ આખા ઘરની સફાઈ કરવી જોઇએ. ગ્રહણ પહેલાં ખાન-પાનની વસ્તુઓમાં તુલસીના પાન રાખવા જોઇએ. જેને લીધે ગ્રહણના નકારાત્મક કિરણોની અસર થતી નથી અને ભોજનની પવિત્રતા જળવાઈ રહે છે. ગ્રહણ પૂરું થયા પછી કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન-પુણ્ય કરવું જોઈએ. આ દિવસે અમાસ તિથિ રહેશે. એટલા માટે ગ્રહણ પછી પિતૃ દેવતાઓની પૂજા કરવી જોઈએ. આ તિથિએ પિતૃઓને તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ વર્ષ 2019ના અંતિમ સૂર્યગ્રહણની શરૂઆત થઈ ગઈ છે. ગ્રહણ સવારે 8.03 કલાકે શરૂ થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -