દેશમાં કોરોના દર્દીના કુલ સંખ્યાના 65 ટકા માત્ર છ રાજ્યોમાં છે. આ રાજ્યોમાં કોરોના સૌથી વધારે કહેર વરસાવી રહ્યો છે. આ છ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તેલંગાણા છે. કોરોનાથી દક્ષિણ અને પશ્ચિમ ભારત સૌથી વધારે પ્રભાવિત છે.
મહારાષ્ટ્રઃ ભારતમાં કોરાનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. અહીં અત્યાર સુધીમાં કોરનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1574 પર પહોંચી છે. જ્યારે 188 લોકો સાજા થઈ ગયા છે અને 110 લોકોએ જીવ ગુમાવ્યો છે.
તમિલનાડુઃ તમિલનાડુમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં કોરનાથી સંક્રમિત લોકોની સંખ્યા 911 પર પહોંચી છે. જ્યારે 44 લોકો સાજા થઈ ગયા છે અને 8 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિત લોકની સખ્યા સતત વધી રહી છે. અહીં અત્યાર સુધીમાં કોરનાથી સંક્રમિત લોકોની સંખ્યા 903 પર પહોંચી છે. જ્યારે 25 લોકો સાજા થઈ ગયા છે અને 13 લોકોએ જીવ ગુમાવ્યો છે.
રાજસ્થાનઃ ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 553 થઈ છે. જ્યારે 21 લોકો ઠીક થઈ ગયા છે અને 3 લોકોના મોત થયા છે.
ઉત્તરપ્રદેશઃ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ધીમે ધીમે કોરોનાનો ગ્રાફ ઊંચે ચઢી રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં કોરનાથી સંક્રમિત લોકોની સંખ્યા 431 પર પહોંચી છે. જ્યારે 32 લોકો સાજા થઈ ગયા છે અને 4 લોકોએ જીવ ગુમાવ્યો છે.
તેલંગાણાઃ તેલંગાણામાં અત્યાર સુધીમાં 473 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 7 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે અને 43 લોકો મુક્ત થયા છે.