Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉદ્વવની સરકાર પર તલવાર લટકી રહી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી એકનાથ શિન્દેના નેતૃત્વમાં શિવસેનાના ડઝનેકથી વધુ ધારાસભ્યો ગુજરાતના સૂરતમાં રોકાયા છે. જેના કારણે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં આવી ગઇ છે. 


ગૌહાટીમાં શિવસેનાના 41 ધારાસભ્યોનો જમાવડો થઇ ચૂક્યો છે. જેના કારણે ઉદ્વવની સરકાર અલ્પમતમાં આવી ચૂકી છે. વળી, એનસીપી અને કોંગ્રેસ ઉપરાંત નાના પક્ષો અને બીજા કેટલીય અપક્ષ ધારાસભ્યો પણ સુરત પહોંચી ચૂક્યા હોવાનુ સામે આવ્યુ છે. 


આ બધાની વચ્ચે બધાના મનમાં હવે એક જ પ્રશ્ન થશે કે આ બળવાખોર ધારાસભ્યો, એટલે કે પક્ષ પલટુ ધારાસભ્યો પક્ષમાંથી પલટી મારીને બીજેપી સાથે જતા રહેશે કે શું ? જો આમ થાય છે તો શિવસેના વિધાનસભા સ્પીકરની પાસે જઇને આ ધારાસભ્યોને પક્ષ પલટા કાયદા અનુસાર અયોગ્ય ઠેરવવાની માંગ કરી શકે છે. જાણો શું છે આ પક્ષ પલટા કાયદો અને આને ક્યારે લાગુ કરી શકાય છે...


પક્ષ પલટા કાયદો શું છે ? 
પક્ષ પલટા કાયદામાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં સામેલ થવા પર દંડિત કરવાની જોગવાઇ છે. સંસદે આને વર્ષ 1985માં દસમી અનૂસુચી તરીકે બંધારણમાં સામેલ કર્યો છે. આનો ઉદેશ્ય ધારાસભ્યો દ્વારા વારંવાર બદલાતી પાર્ટીઓથી હતોસ્તાહિત કરીને સરકારને સ્થિરતામાં લાવવાનો હતો, વર્ષ 1967ની સામાન્ય ચૂંટણી બાદ ધારાસભ્યોએ પક્ષ પલટો કરીને કેટલાય રાજ્યોની સરકારને સત્તામાંથી બહાર ફેંકી દીદી હતી. 


પક્ષ પલટો ક્યારે થાય છે ?
કાયદા અંતર્ગત ત્રણ સ્થિતિઓમાં સાંસદ અને ધારાસભ્ય પક્ષ પલટો કરે છે, પહેલુ તે સ્વેચ્છાએ પોતાની પાર્ટીનુ સભ્યપદ છોડી દે, બીજુ ત્યારે જ્યારે એક સાંસદ અને ધારાસભ્ય અપક્ષ રીતે ચૂંટાય છે, અને બાદમાં કોઇ પાર્ટીમાં સામેલ થઇ જાય છે. ત્રીજુ ત્યારે જ્યારે ધારાસભ્ય કે સાંસદ મમોનિત થાય છે, અને તે 6 મહિનાની અંદર કોઇ રાજકીય પાર્ટીમાં જોડાઇ જાય છે, આ ત્રણેયમાં કોઇપણ પરિદ્રશ્યમાં કાયદાનુ ઉલ્લંઘન પર પક્ષ પલટુ કરનારા ધારાસભ્ય કે સાંસદને દંડિત કરવામાં આવે છે. આવા કેસમાં ગૃહના અધ્યક્ષની પાસે સભ્યોને અયોગ્ય ઠેરવવાની શક્તિ હોય છે, જોકે, સુપ્રીમ કોર્ટ અનુસાર, સાંસદ કે ધારાસભ્ય પોતાનો ફેંસલાનો ઉચ્ચ ન્યાયાલયમાં પડકારી શકે છે.