નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા થોડા દિવસોથી સતત 90 હજારથી વધારે કોવિડ-19 કેસો નોંધાઈ રહ્યા છે. જેનું એક કારણ દેશમાં કોરોના ટેસ્ટનું નોંધપાત્ર રીતે વધેલું પ્રમાણ છે. અત્યાર સુધી ટેસ્ટના રિપોર્ટ માટે લાંબી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે થોડા જ કલાકમાં રિપોર્ટ મળી જશે. સ્વદેશી કોવિડ 19 ટેસ્ટ કિટ વિકસિત કરવામાં આવી છે. જેનું નામ ફેલુદા રાખવામાં આવ્યું છે. જેના દ્વારા સચોટ રીતે કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ કરી શકાય છે.
ડીજીસીઆઈ દ્વારા ટાટા સીઆરઆઈએસપીઆર કોવિડ-19 તપાસ કિટ ફેલુદાને મંજૂરી આપવામાં આવી છે. ટાટા ગ્રુપે આ કિટને કલસ્ટર્ડ રેગ્યુલરલી ઈંટરસ્પેસ્ડ શોર્ટ પેલિનડ્રોમિક રિપીટ્સ કોરોના વાયરસ ટેસ્ટ (CRISPR Corona Test)ને સીએસઆઈઆર-ઈન્સ્ટીટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઈંટિગ્રેટિવ બાયોલોજી (CSIR-IGIB) સાથે મળીને તૈયાર કરી છે. ડીજીસીઆઈ દ્વારા પણ આને મંજૂરી આપવામાં આવી છે. આ નવી કિટનું નામ ફેલુદા રાખવામાં આવ્યું છે. જે જાણીતા લેખક અને ફિલ્મ ડાયરેક્ટર સત્યજીત રેની કલ્પનિક બંગાળી જાસૂસી નોવેલના એક કેરેકટર ફેલુ દા પરથી પ્રેરિત છે. આ કિટથી માત્ર બે કલાકમાં જ કોવિડ-19ની ખબર પડી જશે.
ટાટા ગ્રુપનું કહેવું છે કે, સીઆરઆઈએસપીઆર કોરોના ટેસ્ટ સૌથી વધારે વિશ્વનીય માનવામાં આવતા RT-PCR ટેસ્ટની જેમ સચોટ પરિણામ આપશે. આ પ્રક્રિયામાં સમય ઓછો લાગશે અને કિંમત પણ વધારે નથી. ફેલુદાને લઈ કહેવામાં આવી રહ્યું છે કે તે 96 ટકા સુધી સચોટ પરિણામ આપે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, આ બિલકુલ પ્રેગ્નેંસી ટેસ્ટ જેવું છે. જો કોરોનાવાયરસ પકડાશે તો કાગળની સ્ટ્રિપનો રંગ બદલાઈ જશે.
આ ટેસ્ટમાં SARS-CoV-2 વાયરસના જેનોમિક સીકવંસની ખબર મેળવવા માટે સ્વદેશી સીઆરઆઈએસપીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ બીજી મહામારીના ટેસ્ટમાં પણ કરી શકાશે. કંપની અનુસાર ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્ટ સીએએસ-9 પ્રોટીનનો ઉપયોગ કરનારું વિશ્વનું આ પ્રથમ પરીક્ષણ છે. જે સફળતાપૂર્વક કોવિજ-19 મહામારી ફેલાવતાં વાયરસની ઓળખ કરી લે છે.
રૂપાણી સરકારના 3700 કરોડના રાહત પેકેજનો લાભ ખેડૂતો કઈ રીતે લઈ શકશે ? સહાયની રકમ સીધા ખાતામાં જમા થશે
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કોવિડ-19ની સ્વદેશી પેપર સ્ટ્રીપ ટેસ્ટ કિટનું નામ ‘ફેલુદા’ કોના પરથી રાખવામાં આવ્યું ? કેવી રીતે કરશે કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2020 06:19 PM (IST)
ડીજીસીઆઈ દ્વારા ટાટા સીઆરઆઈએસપીઆર કોવિડ-19 તપાસ કિટ ફેલુદાને મંજૂરી આપવામાં આવી છે.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -