ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત  વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું.

આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટર જમીનના માલિક 27 લાખ  ખેડૂતોને મળશે. આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે 1 ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજૂરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે,એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.



દેશના આ રાજ્યના 10 જિલ્લામાં થશે આજે રાતે 9 વાગ્યાથી થશે તાળાબંધી, લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ