નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. દેશમાં કોરોનાના ગ્રાફ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આ દરમિયાન લોકોના વેપાર-ધંધાને માઠી અસર થઈ છે, તેની સાથે બાળકોના અભ્યાસને પણ નુકસાન થયુ છે. દેશમાં કોરોના વકરતાં ફરીથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો સમય છે પણ રાજ્ય સરકારોએ કોરોનાના વધતાં કહેરને લઈ સ્કૂલો બંધ કરી દીધી છે. દેશમાં દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં સ્કૂલો બંધ છે.



  • ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ વધતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજો(Collage)માં આગામી 30મી એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ(Offline education) બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. દરેક સેમેસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.  

  • યૂપીમાં ધો.1 થી 12 સુધીની તમામ સ્કૂલ કોલેજો 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

  • રાજધાની દિલ્હીમાં પણ તમામ સરકારી અને ખાનગી સ્કૂલોને આગામી આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

  • હિમાચલ પ્રદેશમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 21 એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ અપાયો છે.

  • મધ્યપ્રદેશમાં ધો 1 થી 8 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ 15 એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ છે. આ ઉપરાંત સાત જિલ્લામાં 12માં ધોરણ સુધીની સ્કૂલો બંધ કરી દેવાઈ છે. મધ્યપ્રદેશમાં બોર્ડ પરીક્ષા ટાળવામાં આવી શકે છે.

  • મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ કહ્યું, રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ અમે ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા પાછળ ઠેલી છે. ધો. 12ની પરીક્ષા મેના અંતમાં યોજાશે, જ્યારે ધો. 10ની પરીક્ષા જૂનમાં યોજાશે. હાલ રાજ્યમાં શિક્ષણ કાર્ય ઠપ છે.

  • તમિલનાડુએ ધો. 1 થી 9ના સ્કૂલોને બંધ કરી દીધી છે. છત્તીસગઢમાં 22 માર્ચથી સ્કૂલો બંધ છે અને ક્યારે ખૂલશે તે સ્પષ્ટ નથી.

  • જમ્મુમાં 5 એપ્રિલથી ધો 1 થી 9 સુધીની તમામ સ્કૂલો બે સપ્તાહ બંધ કરી દેવામાં આવી છે. જોકે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા આયોજિત કરાશે.

  • પુડ્ડુચેરીમાં ધો. 1 થી 8 ના વર્ગો  માર્ચથી બંધ છે.

  • બિહારમાં તમામ સરકારી, ખાનગી સ્કૂલ, કોલેજ ઈન્સ્ટિટ્યૂટ 18 એપ્રિલ સુધી બંધ છે. આ ઉપરાંત મિઝોરમમાં આઠમાં ધોરણ સુધીના વર્ગો બંધ છે.

  • રાજસ્થાનમાં ધો 1 થી 9 સુધીના વર્ગો 19 એપ્રિલ સુધી બંધ છે.

  • હરિયાણામાં પણ 30 એપ્રિલ સુધી સ્કૂલોને બંધ કરવામાં આવી છે.