નવી દિલ્હીઃ કૉવિડ -19 (Covid-19)ના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) એકદમ ખતરનાક ગણાવી દીધો છે. હાલમાં દુનિયાના 24થી વધારે દેશોમાં આ ઓમિક્રૉન વાયરસે કેર વર્તાવી દીધો છે, અને તે હજુ પણ ખતરનાક થવાની દિશામા આગળ વધી રહ્યો છે. વિશ્વના અનેક દેશોએ ઓમિક્રૉન વાયરસને લઇને બેઠકો શરૂ કરી દીધી છે, અને કેટલીય જગ્યાઓ પર પાબંદીઓ લગાવવાનુ શરૂ કરી દીધુ છે. જાણો શું છે ઓમિક્રૉન વાયરસ અને કઇ રીતે પડ્યુ તેનુ નામ ઓમિક્રૉન.... ગયા અઠવાડિયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કૉવિડ વેરિએન્ટ B.1.529ને ઓમિક્રૉન નામ આપવાની સાથે જ આને વેરિએન્ટ ઓફ કન્સર્ન કહ્યું. 


આવુ નામ કેમ -  
સાર્સ કૉવ-2ના નવા વેરિએન્ટ કે સ્ટ્રેનનુ નામ આપવા માટે ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. આનુ કારણ એ છે કે આ વેરિએન્ટના વૈજ્ઞાનિક નામ બહુ જ લાંબા અને જટીલ હોય છે. આ કારણથી ભ્રમની સ્થિતિથી બચવા માટે સાર્સ કૉવ-2માં જ ગ્રીક વર્ણમાળાના અક્ષર જોડી દેવામાં આવે છે, જેથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ એ જ વાયરસ છે,પરંતુ આનુ મ્યૂટેશન થયુ છે. 


તો ઓમિક્રૉન કઇ રીતે - 
અત્યાર સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પહેલાથી જ સાર્સ કૉવલ-2ના વેરિએન્ટ માટે 12 ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. આ પછી ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકામાં નવો વેરિએન્ટ આવી ગયો. રોચક વાત એ છે કે આ રીતે તો ગ્રીક વર્ણમાળામાં મ્યૂ (Mu)ના પછી 13મો અક્ષર ન્યૂ (Nu) કે શી (Xi) નો નંબર આવી ગયો હતો, પરંતુ ડબલ્યૂએચઓએ આના પછીના અક્ષર ઓમિક્રૉનને પસંદ કરી લીધો. 


શું છે ઓમિક્રૉનનો અર્થ - 
આ અંગ્રેજી વર્ણમાળામાં નાના ઓ અક્ષરનો ગ્રીક રૂપ છે, જે 15મો વર્ણ છે. જ્યાં ગ્રીકમાં ઓમેગા અંગ્રેજીના કેપિટલ કે મોટો ઓ પ્રદર્શિત કરે છે, દિલચસ્પ વાત એ છે કે ઓમિક્રૉન અને ઓમેગાના ઉચ્ચારણમાં ફરક પણ છે. આ ઉપરાંત ઓમિક્રૉન ગ્રીક સંખ્યાઓમાં 70ની સંખ્યાને પણ પ્રદર્શિત કરે છે. ખગોળવિજ્ઞાનમાં એક તારાસમૂહમાં 15માં તારોને ઓમિક્રૉનથી પ્રદર્શિત કરવામાં આવે છે, જેમ ઓમિક્રૉન એન્ડ્રૉમાડા, ઓમિક્રૉન સેટી, ઓમિક્રૉન પરસેઇ વગેરે.


તો કેમ છોડ્યા બે અક્ષર - 
લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો હતો કે છેવટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અંતે ન્યૂ અને શી અક્ષરોને કેમ છોડી દીધા. આનો જવાબ ખુદ ડબલ્યૂએચઓએ આપ્યો છે. તેમનુ માનવુ છે કે, ન્યૂ અક્ષર અંગ્રેજી ન્યૂ એટલે નવા શબ્દતી મેચ થાય છે આનાથી લોકોમાં ભ્રમની સ્થિતિ પેદા થઇ જાય ત્યારે તેના પછીનો નવો વેરિએન્ટ આવે. વળી, શી શબ્દ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિનનો પહેલુ નામ છે. આવામાં વેરિએન્ટને શી નામ આપવુ વિવાદની સ્થિતિ પેદા કરી શકતુ હતુ.