પટિયાલા હાઉસ કોર્ટમાં જ્યારે 13 પોપટે રજૂ કરવામાં આવ્યા ત્યારે લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા હતા. કોર્ટમાં રજૂઆત દરમિયાન તમામ પોપટની ગણતરી કરવામાં આવી અને બાદમાં કોર્ટે તેમને કેદમાંથી આઝાદ કરવાનો આદેશ સંભળાવતા ઓખલા બર્ડ સેન્ચુરી મોકલવાનો આદેશ આપ્યો. જે બાદ તમામ પોપટને વન વિભાગના કર્મચારીઓ તેમની સાથે લઈ ગયા હતા.
આ પોપટ 15 ઓક્ટોબરે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ ટર્મિનલ ત્રણથી સીઆઈએસએફના ચેકિંગ દરમિયાન ઉઝબેકિસ્તાનના નાગરિક પાસેથી મળી આવ્યા હતા.તેણે શૂઝના વિવિધ બોક્સમાં પોપટને સંતાડી રાખ્યા હતા. સીઆઈએસએફે તેને અને પોપટને કસ્ટમના હવાલે કરી દીધા હતા. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે પોપટને દિલ્હીના એક વ્યક્તિ પાસેથી ખરીદ્યા હતા અને તેને તાશકંજ લઈ જઈ રહ્યો હતો. અહીંયા આ પોપટની ઘણી ડિમાન્ડ છે.
કોર્ટમાં આરોપી જામીન માટે કરગરતો રહ્યો પરંતુ કોર્ટે આરોપીના પોપટ ઉડાવવાનો આદેશ આપીને તેને 30 ઓક્ટોબર સુધી જેલમાં મોકલી દીધો.
જસપ્રીત બુમરાહે શેર કર્યો બાળપણનો ફોટો, કહી આ વાત, જાણો વિગતે
વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં હાર બાદ તૂટી ગયો હતો ધોની, પ્રથમ વખત કર્યા અનેક ખુલાસા, જાણો વિગત
Ayodhya case: હિંદુ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા નકશાની જુઓ તસવીર