ખાદ્ય-ચીજોથી લઈ અન્ય જરૂરિયાતની ચીજો માટે આપણે દુકાનથી સામાન ખરીદીએ છીએ. પરંતુ ઉતાવળમાં અનેક વખત ખાદ્ય સામગ્રીની એક્સપાયરી ડેટ જોવાનું ભૂલી જઈએ છીએ. જેનો લાભ ઉઠાવીને અમુક દુકાનદાર ખુદ એક્સપાયરી ડેટનો સામાન પકડાવી દે છે. જ્યારે આ સામાન કે વસ્તુ પરત કરવા જઈએ ત્યારે ના પાડી દે છે અને દલીલ કરવા લાગે છે. જો દુકાનદાર તમારી સાથે આ વસ્તુને લઈ દલીલ કરવા લાગે અને ન માને તો આ જગ્યાએ ફરિયાદ કરીને તેની સામે કાર્યવાહી કરાવી શકો છો.


આ રીતે નોંધાવો ફરિયાદ



  • 1800114000 કે 14404 પર ગ્રાહક કોલ કરીને દુકાનદાર, સર્વિસ પ્રોવાઇડર કે ડીલરની ફરિયાદ કરી શકે છે.

  • 8130009809 પર મેસેજ કરીને પણ ફરિયાદ કરી શકો છો. મેસેજ કર્યા બાદ કોલ આવશે. તેના પર ફરિયાદ નોંધાવી શકો છો.

  • આ ઉપરાંત તમે consumerhelpline.gov.in પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છે. ફરિયાદ નોંધાયા બાદ તમારી પાસે એક નંબર આવશે.


ફરિયાદ કરતી વખતે આ વાતો રાખો ધ્યાનમાં



  • કોઈ પણ દુકાનદાર, ડીલર કે સર્વિસ પ્રોવાઈડર જેમણે તમારી સાથે આ પ્રકારે છેતરપિંડી કરી હોય તેમની સામે ફરિયાદ કરતી વખતે હંમેશા પૂરી વિગત આપવી પડશે.

  • જેની પણ સામે ફરિયાદ કરતા હોવ તેનું પૂરું નામ, સરનામું અને તમારી ફરિયાદને સંબંધિત ડોક્યુમેંટ પણ તમારી પાસે રાખો.


કેટલી ફી આપવી પડશે


ફરિયાદ નોંધાવ્યા બાદ કેટલીક ફી પણ આપવી પડે છે. જે તમારી ફરિયાદના આધાર પર નિર્ભર હોય છે. જો તમારી ફરિયાદ એક લાખ રૂપિયા સુધીના કેસ માટે હોય તો 100 રૂપિયા ફી આપવી પડશે. રૂપિયા 1 થી 5 લાખ સુધીના કેસ માટે 200 રૂપિયા, રૂપિયા 10 લાખ સુધીના કેસ માટે 400 રૂપિયા, રૂપિયા 10 થી 20 લાખ સુધીના કેસ માટે 500 રૂપિયા, રૂપિયા 20 થી 50 લાખ સુધીના કેસ માટે 2000 રૂપિયા અને રૂપિયા એક કરોડ સુધીના કેસ માટે 4000 રૂપિયા ફી આપવી પડે છે.