Viral CV: આજના સમયમાં નોકરી માટે અરજી કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સીવી બનાવવું પડે છે, જોવું પડે છે કે ક્યાં જગ્યા ખાલી છે? તે મુજબ કવર લેટર તૈયાર કરવો પડે છે, પરંતુ હવે લોકો નોકરી માટે અરજી કરવા ક્રિએટિવીટીનો સહારો લઈ રહ્યા છે. કોલકાતાના એક વ્યક્તિએ સ્વિગીમાં નોકરી માટે અરજી કરી હતી. LinkedInની મદદથી રોહિત સેઠિયાએ સ્વિગીને 11 પેજનો CV મોકલ્યો હતો. રોહિત સેઠિયાનો આ સીવી થોડી જ વારમાં LinkedIn પર વાયરલ થઈ ગયો. આટલું જ નહીં, રોહિત સેઠિયાના સીવીએ તેને સ્વિગીમાં નોકરી પણ અપાવી હતી. ચાલો જાણીએ કે વાયરલ થઈ રહેલા આ સીવીમાં શું છે.


11 પેજનું CV...સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય તે આપણે જાણતા નથી. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક સીવી વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં, જ્યારે લોકો કોઈ જગ્યાએ નોકરી માટે અરજી કરે છે, ત્યારે તેઓ સૌથી પહેલા તે કંપનીને તેમનું CV મોકલે છે. જોબ માટે મોકલવામાં આવેલ આવું જ એક સીવી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કોલકાતાના રોહિત સેઠિયા નામના યુવકે LinkedIn દ્વારા ફૂડ ડિલિવરી કંપની સ્વિગીને 11 પાનાનું CV મોકલ્યું હતું.


 



રોહિત સેઠિયાએ ખૂબ જ રસપ્રદ રીતે પોતાનું સીવી બનાવ્યું અને ખૂબ જ સારી રીતે જોબની માંગણી કરી. રોહિતે શરૂઆતના પેજ પર લખ્યું, 'હાય સ્વિગી, તમારી પોસ્ટ જોઈ. તમે કોપીરાઈટરની ભરતી કરી રહ્યાં છો. હું મારી પ્રતિભા દર્શાવવા આતુર છું. મારુ પ્રેઝનટેશન જુઓ. રોહિત સેઠિયાએ પોતાના સીવીમાં બીજી ઘણી બાબતો લખી છે. રોહિતે કહ્યું કે તે ઇન્સ્ટાગ્રામ પર ઝોમેટોને ફોલો કરે છે, જેથી તે સ્પર્ધામાં શું ચાલી રહ્યું છે તેના પર નજર રાખી શકે. આ સાથે તેણે જણાવ્યું કે તે સ્ટેન્ડઅપ કોમેડિયન પણ છે. તેણે કોમેડિયન અનુભવ સિંહ બસ્સી સાથે તેની તસવીર પણ શેર કરી હતી. તેના સીવીને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.


સ્વિગી તરફથી આ જવાબ મળ્યો
રોહિત સેઠિયાના CV પર જવાબ આપતા સ્વિગીએ લખ્યું, રોહિત, તમે અમારું ધ્યાન દોરવા માગતા હતા અને તમે યોગ્ય પદ્ધતિ અપનાવી. Swiggy માટે કામ કરવામાં તમારી રુચિ બદલ આભાર. અમે સ્વિગીમાં યુવાનો અને તેમના નવા વિચારોને પણ સામેલ કરવા માંગીએ છીએ. આગળની પ્રક્રિયા માટે અમારી ટીમ તમારો સંપર્ક કરશે. રોહિત સેઠિયાના આ વાયરલ સીવીના કારણે તેમને સ્વિગીમાં નોકરી મળી ગઈ. તેને સોશિયલ મીડિયા પર પણ પ્રખ્યાત કરી દીધો.