Kolkata Case: આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત

Kolkata Case: આ દરમિયાન હડતાળ ચાલુ રાખવાનો સર્વાનુમતે નિર્ણય પણ લેવાયો હતો

Continues below advertisement

Kolkata Case: AIIMS અને દિલ્હીની અન્ય હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટરોએ 19 ઓગસ્ટથી નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલયની સામેના રસ્તા પર મફત OPD સેવાઓ પૂરી પાડવાની જાહેરાત કરી છે. AIIMS રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી શેર કરી છે.

Continues below advertisement

એસોસિએશનનું માનવું છે કે જ્યાં સુધી અમને કેન્દ્રીય સુરક્ષા અધિનિયમના માધ્યમથી હોસ્પિટલોમાં પૂરતી સુરક્ષાની ખાતરી નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે. આ દરમિયાન હડતાળ ચાલુ રાખવાનો સર્વાનુમતે નિર્ણય પણ લેવાયો હતો. એસોસિએશનનું કહેવું છે કે સરકારે તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી.

ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે

અખબારી યાદીમાં જણાવાયું છે કે તમામ રેસિડેન્ટ ડોકટરો નિર્માણ ભવન બહાર દર્દીઓને દવા, સર્જરી, પ્રસૂતિ અને સ્ત્રીરોગ, બાળરોગ, ઇએનટી, ઓર્થોપેડિક્સ સહિત લગભગ 36 પ્રકારની વૈકલ્પિક OPD સેવાઓ આપવામા આવશે. હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે.

સરકાર પાસે સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ

એસોસિએશને અધિકારીઓને  વિનંતી કરી કે તેઓ ઓપીડી માટે પરવાનગી આપે અને નિર્માણ ભવન બહાર વૈકલ્પિક સેવાઓ માટે જરૂરી વ્યવસ્થા પૂરી પાડે. સાથે જ કેન્દ્રીય વટહુકમના માધ્યમથી સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માંગ કરી હતી. 

દેશભરની અલગ અલગ મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ મંગળવારે (20 ઓગસ્ટ 2024) આ મામલાની સુનાવણી કરશે.

કલકત્તા હાઈ કોર્ટે પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ થઈને સીબીઆઈને કેસની તપાસ પોતાના હાથમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે મૃતકના માતા પિતા તરફથી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા આ આદેશ પસાર કર્યો હતો.

Continues below advertisement
Sponsored Links by Taboola