કોલકાતા: કૉંગ્રેસના દિગ્ગજ નેતાની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોલકાતાની મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર વિરૂદ્ધ ધરપકટ વોરંટ ઇસ્યુ કર્યું છે. શશિ થરૂરના હિન્દૂ-પાકિસ્તાનના નિવેદન પર વકીલ સુમિત ચૌધરીએ અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે શશિ થરૂર સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતુ. આ પહેલા તેમની વિરૂદ્ધ કોલકત્તા હાઇકોર્ટે પણ સમન્સ જાહેર કર્યુ હતુ. કૉંગ્રેસના નેતા શશિ થરૂરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે જો ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં જીતશે તો તેનાથી દેશ હિંદુ પાકિસ્તાન બની જશે. શશિ થરૂરના આ નિવેદન બાદ સમગ્ર દેશમાં રાજકીય હોબાળો મચી ગયો હતો. કેરળના તિરૂઅનંતપુરમમાં એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યુ હતુ કે, જો ભાજપ જીતશે તો નવું સંવિધાન લખશે. જેનાંથી દેશ પાકિસ્તાન બનવાની રાહ પર આગળ વધશે. અલ્પસંખ્યકોનાં અધિકારોનો કોઈ સન્માન કરશે નહી.