ઉપરાંત કેન્દ્રની હાઇલેવલ ટીમ પણ કોટા જશે, કોટામાં મોતનો આંકડો નવો વથી. 2014માં 15719 બાળકો ભરતી થયા, જેમાં 1198 બાળકોને ન હોતા બચાવી શકાયા. બીજા વર્ષે એટલે કે 2015માં 17579 બાળકો ભરતી થયા જેમાં 1260 બાળકોના મોત થયા હતા. વર્ષ 2018 અને 2019માં પણ આ જ સિલસિલો યથાવત રહ્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયની એક સ્પેશ્યલ ટીમ રાજસ્થાનના કોટા સ્થિત જે કે લોન હૉસ્પીટલમાં જશે. આ ટીમમાં જોધપુર એઇમ્સના વિશેષજ્ઞ ડૉક્ટર સ્વાસ્થય, નાણા અને પ્રાંતિય નિર્દેશક સામેલ થશે. આ ઉપરાંત જયપુરથી પણ વિશેષજ્ઞોને આમાં સામેલ કરવામાં આવશે. કોટા સ્થિત હૉસ્પીટલમાં સારવાર દરમિયાન ગયા ડિસેમ્બરમાં લગભગ 100 બાળકોના મોત થયા હતા.