Ramdas Athawale on Nawab Maliks Claims:  મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP નેતા નવાબ મલિક સતત આરોપ લગાવી રહ્યા છે. નવાબ મલિકનો આરોપ છે કે સમીર વાનખેડે અનુસૂચિત જાતિના નથી. આ મામલે રિપબ્લિકન પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સમીર વાનખેડેના સમર્થનમાં આવ્યા છે. આ સાથે જ મંત્રી રામદાસ આઠવલેના નિવેદન બાદ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડે અને તેના પિતા જ્ઞાનદેવ વાનખેડેનું નિવેદન પણ આવ્યું છે.



અધિકારી સમીર વાનખેડેના બચાવમાં આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, "હું નવાબ મલિકને સમીર વાનખેડે અને તેના પરિવારને બદનામ કરવાના ષડયંત્રને રોકવા માટે કહેવા માંગુ છું. જો તેઓ કહે છે કે સમીર મુસ્લિમ છે, તો પછી તે મુસલમાન પર આરોપ કેમ લગાવી રહ્યા છે. આઠવલેએ કહ્યું કે સમીર વાનખેડે સાથે રિપબ્લિકન પાર્ટી ઉભી છ, સમીર વાનખેડેને કોઈ નુકસાન નહી થાય.


સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ અને પિતા ધ્યાનદેવ વાનખેડેએ રામદાસ આઠવલેની આજે મુલાકાત કરી. રામદાસ આઠવલેએ કહ્યું કે વાનખેડે પર નવાબ મલિકના આરોપ નિરાધાર છે. તેમાં કોઈ તથ્ય નથી. સમીર વાનખેડે દલિત છે. તેઓ દલિત સમાજથી આવે છે. તેમના પર જાણી જોઈને રોજ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમના પર આરોપ લગાવીને સમગ્ર દલિત સમાજને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. અમારી પાર્ટી સમીર વાનખેડેની સાથે છે. તેમને કોઈ નુકસાન પહોંચવા દઈશું નહીં. 


આઠવલેએ કહ્યું કે આરપીઆઈ તરફથી હું નવાબ મલિકને કહેવા માંગુ છું કે સમીર અને તેના પરિવારને બદનામ કરવાની કોશિશ બંધ કરો. જો તેઓ કહી રહ્યા છે કે સમીર મુસલમાન છે, તો તેઓ પણ મુસલમાન છે. તો પછી આરોપ કેમ લગાવી રહ્યા છે?


કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું, "સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ અમને દસ્તાવેજો બતાવ્યા કે તેમના પત્ની મુસ્લિમ હતા, તેઓ મહાર જાતિના છે. તેમણે અમને આ સંબંધિત દસ્તાવેજો પણ બતાવ્યા છે. જે રીતે સમીર વાનખેડે પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેમ કે મેં મદદની માંગણી કરી છે, જેના માટે પિતા જ્ઞાનદેવ વાનખેડે અને સમીરની પત્ની ક્રાંતિ અહીં આવ્યા છે. સમીર વાનખેડે દલિત પરિવારના છે, તેને અનામત લેવાનો અધિકાર છે. આરક્ષણ દ્વારા IRS બન્યા છે."


 


તે જ સમયે, સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ કહ્યું, "અમે આજે અહીં આવ્યા છીએ, રામદાસ આઠવલેએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મલિક એક દલિતની સીટ છીનવી રહ્યા છે. આઠવલે અમારી સાથે ઉભા છે, કારણ કે તેઓ દરેક દલિતની કાળજી રાખે છે. નવાબ મલિકના અત્યાર સુધીના તમામ આરોપો ખોટા સાબિત થયા છે.