નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે આતંકવાદીઓએ બીએસએફના કાફલા પર ગોળીબાર કર્યો હતો. બાદમાં અથડામણ શરૂ થઇ હતી. અધિકારીઓએ કહ્યું કે, બીએસએફના કાફલો જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તે સમયે હુમલો થયો હતો. એક અધિકારીએ કહ્યું કે કુલગામ જિલ્લામાં કાઝીગુંડ ક્ષેત્રના માલપોરામાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર આતંકવાદીઓએ બીએસએફના કાફલા પર ગોળીબાર કર્યો. પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, હુમલામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ મળ્યા નથી પરંતુ આતંકવાદીઓએ ઘેરી લેવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર: આતંકવાદીઓએ કુલાગામમાં BSFના કાફલા પર હુમલો કર્યો, અથડામણ ચાલુ
gujarati.abplive.com Updated at: 12 Aug 2021 06:10 PM (IST)