નવી દિલ્હી:  જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે આતંકવાદીઓએ બીએસએફના કાફલા પર ગોળીબાર કર્યો હતો. બાદમાં અથડામણ શરૂ થઇ હતી. અધિકારીઓએ કહ્યું કે, બીએસએફના કાફલો જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તે સમયે હુમલો થયો હતો. એક અધિકારીએ કહ્યું કે કુલગામ જિલ્લામાં કાઝીગુંડ ક્ષેત્રના માલપોરામાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર આતંકવાદીઓએ બીએસએફના કાફલા પર ગોળીબાર કર્યો. પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, હુમલામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ મળ્યા નથી પરંતુ આતંકવાદીઓએ ઘેરી લેવામાં આવ્યા છે.


કોરોનાની ત્રીજી લહેરના ભણકારા? દેશના આ શહેરમાં એક સપ્તાહમાં 300 બાળકોને થયો કોરોના


નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ ખત્મ થયો નથી. કોરોનાની બીજી લહેર હજુ પુરી થઇ નથી ત્યાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. દેશના અનેક રાજ્યોએ નિયંત્રણો હળવા કરવાની શરૂઆત કરી છે તો કેટલાક સ્થળો પર નવા કેસની વધતી સંખ્યાએ ચિંતા વધારી છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે સ્કૂલ ખોલવાના કારણે બાળકો પર ખતરો મંડરાઇ રહ્યો છે. કર્ણાટકમાં બેંગલુરુમાં એ પ્રકારના પરિણામો જોવા મળી રહ્યા છે.



કર્ણાટકના બેંગલુરુમાં તાજેતરમાં જાહેર કરાયેલા આંકડાઓએ ડર પેદા કર્યો છે. અહી લગભગ છ દિવસમાં 300થી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બેંગલુરુ જેવા મોટા શહેરના આ આંકડાઓ રાજ્યમાં સૌથી ઝડપથી વધ્યા છે. બેંગલુરુ પ્રશાસને આંકડાઓ જાહેર કર્યા છે જેમાં 0 થી 9 વર્ષના લગભગ 127 અને 10 થી 19 વર્ષના લગભગ 174 બાળકો કોરોના પોઝિટીવ આવ્યા છે. આ આંકડા પાંચ ઓગસ્ટથી 10 ઓગસ્ટ વચ્ચેના છે.



કર્ણાટક સિવાય ઉત્તર ભારતની વાત કરીએ તો અહી પણ સ્કૂલ-કોલેજ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશમાં લગભગ 62 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પંજાબમાં પણ 27 સ્કૂલના બાળકો કોરોના પોઝિટીવ આવ્યા હતા.હરિયાણાની સ્કૂલોમાં પણ કોરોના કેસ વધ્યા છે. હિમાચલ પ્રદેશે 22 ઓગસ્ટ સુધી સ્કૂલો બંધ રાખવાની વાત કહી છે. પંજાબે પણ સ્કૂલોમાં નિયંત્રણો વધારવાની તૈયારી બતાવી છે. નોંધનીય છે કે હરિયાણામાં નવથી 12 સુધીના વર્ગો જૂલાઇમાં ખોલી દેવામાં આવ્યા હતા. જ્યારે પંજાબે ઓગસ્ટની શરૂઆતમાં સ્કૂલ ખોલ્યા હતા. હરિયાણાએ 2 ઓગસ્ટથી 9-12 સુધી વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાના શરૂ કરી દીધા હતા. નોંધનીય છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,576 નવા કેસ નોંધાયા છે. 39,125 દર્દી સાજા થયા અને 491 લોકોનાં મોત થયાં.