Arvind Kejriwal Arrest: કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું,' કર્મ પ્રધાન વિશ્વ રચિ રાખા. જો જસ કરહિ સો તસ ફલ ચાખા'.


કવિ કુમાર વિશ્વાસે રામચરિત માનસની એક ચોપાઈ દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં ગુરુવારે રાત્રે EDએ કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી.


 






કુમાર વિશ્વાસે કેજરીવાલનું નામ લીધા વિના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું અને લખ્યું, ' કર્મ પ્રધાન વિશ્વ રચિ રાખા. જો જસ કરહિ સો તસ ફલ ચાખા'. વાસ્તવમાં, આ ચોપાઈ રામચરિત માનસની છે જેમાં ગોસ્વામી તુલસીદાસ કર્મના મહત્વ પર ભાર મૂકતા કહે છે કે આ જગત કર્મ આધારિત છે. જે વ્યક્તિ જેવું કર્મ કરે છે તેને તેવું જ  ફળ મળે છે. તમને જણાવી દઈએ કે, કવિ કુમાર વિશ્વાસ એક સમયે અરવિંદ કેજરીવાલના સાથી હતા પરંતુ કોઈ બાબતે બન્ને વચ્ચે વિવાદ થતા વિશ્વાસે પાર્ટી છોડી દીધી.


દિલ્હી હાઈકોર્ટે આજે કેજરીવાલને EDની કોઈપણ કાર્યવાહીથી રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. થોડા કલાકો પછી, કેન્દ્રીય તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી. તેને શુક્રવારે (22 માર્ચ, 2024) ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) વિશેષ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. આ દરમિયાન AAP નેતા આતિશીએ કહ્યું કે કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે.


કેજરીવાલની ધરપકડ થતા રાહુલ ગાંધી લાલઘૂમ


 






કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ડરેલા રાજા એક મરેલું લોકતંત્ર બનાવવા માંગે છે.


અરવિંદ કેજરીવાલ CM બન્યા રહેશે - આતિશી
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર બન્યા રહેશે અને તેમની ધરપકડ બાદ જરૂર પડશે તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે. તેમણે એમ પણ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.