નવી દિલ્લીઃ ભારતના પૂર્વ ચુંટણી કમીશ્નર એસ.વાઇ. કુરૈશી નેપાળના હાલના ચુંટણી આયોગના સાથે લગ્ન કરશે. અંગ્રેજી અખબાર ટેલીગ્રામના જણાવ્યા અનુસાર બંને જલ્દી લગ્ન કરશે. ગયા વર્ષે 'મની ઇન પૉલિટિક્સ' મદ્દા પર એક કૉંફ્રેંસનું આયોજન કરવામાં આવ્યું હતું 69 વર્ષના કુરૈશી અને 49 વર્ષની ઇલા આ આયોજનમાં ભાગ લેવા ગયા હતા. આ કાર્યક્રમમાં જ બંને વચ્ચે પહેલી મુલાકાત થઇ હતી. ત્યાર બાદ તે બંને એકબીજાની નજીક આવ્યા હતા.

કુરૈશી અત્યાર આ લગ્ન અંગે કોઇ જ વાતચીત કરવા નથી માંગતા પરંતુ કુરૈશીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તેનો સંબંધ ઇલા સાથે છે.