નવી દિલ્હી: ઘાસ ચારા કૌભાડના દુમકા ટ્રેઝરી કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદવની જામીન અરજી પર ઝારખંડ હાઈકોર્ટે છ અઠવાડિયા સુધી સુનાવણી ટાળી દીધી છે. શુક્રવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદના વકીલ દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, લાલુ પ્રસાદની સજાની અવધિ અડધી થઈ છે કે નહીં, તેનો રેકોર્ડ હજુ પૂરી રીતે ચકાસણી થઈ શક્યો નથી.


આ સાથે સીબીઆઈએ લાલુની જામીનનો વિરોધ કરતા જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તેનો જવાબ પણ દાખલ કરવામાં આવશે. તેના માટે પૂરક શપથપત્ર દાખલ કરીશું અને તેના માટે સમયની જરૂર છે. સીબીઆઈ તરફથી પણ અન્ય કારણોનો હવાલો આપતા બીજા દિવસે સુનાવણીનો આગ્રહ કર્યો હતો. તેના પર જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટે આગ્રહનો સ્વીકાર કરતા સુનાવણી છ સપ્તાહ બાદ કરશે.

જો લાલુ પ્રસાદને આજે જામીન મળી જતા તો તેઓ જેલમાંથી બહાર આવી જતા. તેમના વિરુદ્ધ ઝારખંડમાં ઘાસચારા કૌભાંડના પાંચ કેસ ચાલી રહ્યાં છે. ચાર કેસમાં તેને સજા સંભળાવવામાં આવી છે. જે પૈકી ત્રણમાં સજા અડધી ભોગવવા પર જામીન મળી ગયા છે. એક કેસમાં હાલ સીબીઆઈ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે.