Lalu Yadav Health Deteriorates: લાલૂ યાદવની તબીયત અચાનક બગડી, રિમ્સ પહોંચ્યા ઘણા સીનિયર ડૉક્ટર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jan 2021 10:19 PM (IST)
સમાચાર છે કે રાંચી રિમ્સના પેઈંગ વોર્ડમાં દાખલ આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની તબીયત ગુરૂવારે સાંજે અચાનક વધારે બગડી છે.
રાંચી: ઝારખંડની રાજધાની રાંચીથી અત્યાર ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે રાંચી રિમ્સના પેઈંગ વોર્ડમાં દાખલ આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની તબીયત ગુરૂવારે સાંજે અચાનક વધારે બગડી છે. ગુરૂવારે સાંજે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલના તમામ ડૉક્ટરોએ સૂચના આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી પહોંચ્યા રિમ્સ સૂચના મળતા તમામ ડૉક્ટર તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને લાલૂ યાદવની સારવારમાં લાગ્યા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ લાલૂ યાદવની છાતીમાં ઈન્ફેક્શન અને નિમોનિયાના લક્ષણ જોવા મળી રહ્યા છે, આ સંબંધમાં કોઈ કંઈ કહેવા તૈયાર નથી. ડૉક્ટરોની સાથે રિમ્સ અધીક્ષક ડૉ વિવેક કશ્યપ, જેલ આઈજી બીરેંદર ભૂષણ અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા પણ રિમ્સ પહોંચ્યા છે.