પટના: બિહારના જે ચારા કૌભાંડમાં આરજેડી અધ્યક્ષ લાલુ યાદવને સજા થઈ હતી તે ચારા કૌભાંડ સાથે સંકળાયેલી ફાઈલો પટનાથી ગાયબ થઈ ગઈ છે. પશુ અને માછલી સંસાધન વિભાગમાંથી આ ફાઈલો ચોરી થઈ છે. બિહારમાં લાલુના ગઠબંધનની સરકાર છે. એવામાં આ ચોરી વિપક્ષનું હથિયાર બની શકે છે.
કહેવાય છે કે ચોરી થયેલી ફાઈલો પૈસાની ગડબડી સાથે જોડાયેલી હતી. પટનાના સચિવાલય ચોકીમાં આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. ચોરીની આ ઘટના લગભગ ત્રણ અઠવાડિયા પહેલા બની હતી. બિહારમાં લાલુ અને નીતિશની ગઠબંધન સરકાર છે. આ ફાઈલો ગાયબ થયા પછી સરકારની ભૂમિકા અંગે પ્રશ્નો ઉભા થઈ શકે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1996માં ચારા કૌભાંડનો ખુલાસો થયો હતો. આ પછી લાલુ યાદવને 1997માં સત્તા ગુમાવવી પડી હતી. લાલુને ઝારખંડની વિશેષ અદાલતમાં સજા મળી હતી. આ કૌભાંડમાં સજા મળતા લાલુ ચૂંટણી નહિ લડી શકે.