Land For Jobs Scam News: તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉલટફેર થઈ છે. અહીં શરદ પવારની પાર્ટીના ઉભા ફાડિયા થઈ ગયા છે. કંઈક આવો જ ઘટનાક્રમ બિહારમાં પણ થઈ શકે છે તેવી શકયતાઓ સેવાઈ રહી છે તે દરમિયાન જ બિહારની નીતીશ કુમાર સરકારમાં ભાગીદાર લાલુ પ્રસાદની પાર્ટી પર મોટુ સંકટ ઉભુ થયું છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ નોકરી માટે જમીન કૌભાંડમાં દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને અન્ય કેટલાક લોકોના નામ આરોપી તરીકે છે. 


નોકરી માટે જમીન કૌભાંડ સાથે સંબંધિત કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી, બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી પ્રસાદ યાદવ અને અન્ય ઘણા લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને કંપનીઓ સહિત અન્ય લોકોના નામ આરોપી તરીકે સામેલ છે. રાઉઝ એવન્યુ કોર્ટ હવે 12 જુલાઈએ સુનાવણી હાથ ધરશે.


CBIના વકીલે કોર્ટમાં શું કહ્યું?


સીબીઆઈના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ ડીપી સિંઘે કોર્ટને જણાવ્યું હતું કે, ચાર્જશીટ પહેલેથી જ દાખલ કરવામાં આવી હોવા છતાં આ મામલે નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કારણ કે કથિત કૃત્ય અલગ રીતે કરવામાં આવ્યું છે. ડીપી સિંહ દ્વારા કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે, લાલુ અને અન્ય ત્રણ વિરુદ્ધ કલમો પર મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ચાર્જશીટ દાખલ થયા બાદ લાલુ પરિવાર પર ધરપકડની તલવાર લટકી રહી છે.


નોકરી કૌભાંડ માટે જમીન શું છે?


2004 થી 2009 વચ્ચે જમીન બદલ કથિત કૌભાંડ થયું હતું. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની યુપીએ-1 સરકાર હતી. જેમાં લાલુ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. આરોપો અનુસાર, લાલુ યાદવના રેલવે મંત્રીના કાર્યકાળ દરમિયાન નિયમોનું પાલન કર્યા વિના ભારતીય રેલવેના વિવિધ ઝોનમાં ગ્રુપ 'ડી' પદ પર ઘણા લોકોની નિમણૂક કરવામાં આવી હતી. રેલવેમાં ભરતી માટે કોઈ જાહેરાત કે કોઈ જાહેર સૂચના જારી કરવામાં આવી નથી. બદલામાં સંબંધિત વ્યક્તિઓએ તેમની જમીન લાલુ યાદવના પરિવારના સભ્યોને અને આ કેસમાં લાભાર્થી કંપનીને 'એકે ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ'ને આપી હતી.


https://t.me/abpasmitaofficial