J&K Weather:જમ્મુ કાશ્મીરમાં  ભારે વરસાદ દરમિયાન વાદળ ફાટતાં તબાહી સર્જાઇ છે.  આ સાથે ભૂસ્ખલના કારણે અનેક રસ્તા બ્લોક થયા છે.કાશ્મીરમાં અનેક પ્રવાસીઓ પણ આ કારણે અટવાયા છે. ગુજરાતના 50થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાનો અહેવાલ છે. ઉલ્લેખનિય છે કે, રવિવારે રામબનમાં વાદળ ફાટતા અને  ભૂસ્ખલનના કારણે અહીં અનેક  ગુજરાતી પ્રવાસીઓ અટવાયા છે. ગાંધીનગરના 30 અને બનાસકાંઠાના 20 મળી કુલ 50 ગુજરાતીઓ ફસાયા છે. બનાસકાંઠાના કલેકટરે રામબન જિલ્લા કલેકટરનો  સંપર્ક કર્યો છે.તમામને સલામત સ્થળે ખસેડવાની અપાઈ ખાતરી કરી છે. તમામ લોકો સુરક્ષિત હોવાનો બનાસકાંઠા પ્રશાસનને  દાવો કર્યો છે. બનાસકાંઠા અને ગાંધીનગરના 50 લોકો નેશનલ હાઈવે પર ફસાયા હોવાનો અહેવાલ છે.

નોંધનિય છે કે, તમામ લોકો શ્રીનગરથી બસમાં પરત ફરતા હતા ત્યારે ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે  ફસાયા હતા. હાલ રામબન પ્રશાસને રાત માટે તમામને નજીકની સુરક્ષિત ઈમારતમાં ખસેડયા હતા. રાજ્ય ગૃહમંત્રી  હર્ષ  સંઘવી કહ્યું કે, “ અમે તમામ ગુજરાતીઓને સુરક્ષિત પાછા લાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. જમ્મુમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સંપર્કમાં છે. જમ્મુ-કશ્મીર પોલીસ ગુજરાત પોલીસના સંપર્કમાં છે. ગૃહ વિભાગ ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષાને લઈને  સતર્ક છે. રાજ્યના કંટ્રોલરૂમ મારફતે જમ્મૂ-કશ્મીર પોલીસ સાથે  કો-ઓર્ડિનેશન પ્રોપર કરવામાં આવી રહ્યું છે. ફસાયેલા ગુજરાતીઓ સાથે સ્ટેટ કંટ્રોલરૂમના Dyspએ  વાત કરી હતી. રાજ્ય પોલીસે સ્થાનિક પોલીસને ગુજરાતી પ્રવાસીઓની મદદ માટે અનરોધ કર્યો છે”

ઉલ્લેખનિય છે કે, જમ્મૂ-કશ્મીરમાં વરસાદ અને ભૂસ્ખલન અને વાદળ ફાટવી ઘટનાથી ભારે તબાહી સર્જાઇ છે. આ સમય દરમિયાન કુલ 3નાં મોત થયા છે. જમ્મૂ-કશ્મીરમાં નેશનલ હાઈવે પર એક ડઝન સ્થળોએ ભૂસ્ખલન થયું છે. સેંકડો વાહનો કાટમાળ અને કાદવમાં દબાયા છે. 250 જેટલા મકાનોને નુકસાન પહોંચ્યુંછે.જમ્મૂમાં આજે પણ વરસાદનું એલર્ટ છે. ખરાબ હવામાનના કારણે ઘાટીની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.આ સાથે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે રવિવારે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે ભારે વરસાદ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને 21 એપ્રિલ, સોમવારના રોજ ખીણની તમામ શાળાઓમાં વર્ગો સ્થગિત રહેશે.

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર નાશરી અને બનિહાલ વચ્ચે એક ડઝન સ્થળોએ પર્વત પરથી ભૂસ્ખલન અને કાટમાળ પડ્યો હતો. જેના કારણે બંને બાજુથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. આના કારણે સેંકડો મુસાફરો, ટ્રક અને બસો રસ્તામાં ફસાયેલા છે. સમગ્ર વિસ્તારમાં નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. ધર્મકુંડ ગામમાં 40 ઘરોને ભારે નુકસાન થયું હતું. મોબાઇલ ટાવરને નુકસાન થવાને કારણે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ખોરવાઈ ગઈ છે.