લતા મંગેશકર પોતાના જન્મદિવસની ઉજવણી નહી કરે, શહીદના પરિવારને મદદ કરવા કરી અપીલ
abpasmita.in | 23 Sep 2016 07:55 PM (IST)
નવી દિલ્લી: દેશના મશહૂર ગાયિકા લતા મંગેશકરનો પાંચ દિવસ બાદ જન્મદિવસ છે, ત્યારે લતા મંગેશકરે પોતાના પ્રશંસકોને અપિલ કરી છે કે આ વખતે તેના જન્મદિવસ પર તેને કોઈ પણ પ્રકારની ભેટ સોગાદો ન મોકલવી તેના બદલામાં સીમા પર શહિદ થયેલા જવાનો અને તેના પરિવારને બની શકે તેટલી મદદ કરવી. નમસ્કાર, હુ એવું માનું છુ કે માતા,પિતા,ગુરૂ, માતૃભુમિ અને માતૃભુમિના રક્ષક આપણા વિર જવાનો, જે દેશની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપે છે. જેના કારણે આપણે સુરક્ષીત છીએ. આપણું પણ કર્તવ્ય છે કે આપણે બની શકે તેટલી તેમની મદદ કરીએ. લતા દીદીએ પણ વીર જવાનો માટે આર્થિક મદદની જાહેરાત કરી હતી.