Lata Mangeshkar News: લતા મંગેશકરની હાલત નાજુક છે. તેમની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના માધ્યમથી વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લતા મંગેશકરના પરિવારને સંદેશ મોકલ્યો છે. પીયૂષ ગોયલ શનિવારે રાત્રે પીએમનો સંદેશ લઈને બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા અને તેમના પરિવારજનોને પીએમનો સંદેશ આપ્યો.
લતા મંગેશકરની સ્થિતિ જાણ્યા બાદ પીયૂષ ગોયલે કહ્યું કે, "દરેક વ્યક્તિ લતા દીદી માટે પ્રાર્થના કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વાસ્થ્ય માટે સારો સંદેશ આપ્યો છે. વડાપ્રધાનના શુભ સંદેશ અને સ્વાસ્થ્યના સંદેશને લતા દીદીના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યો છે." પ્રાર્થના કરી રહ્યા છીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય છે અને અમે બધા તેમને ઘરે લઈ જઈ શકીએ.
ડોક્ટરે શું કહ્યું? એબીપી ન્યૂઝના આ સવાલ પર પીયૂષ ગોયલે કહ્યું, "તમારે ડૉક્ટરને પૂછવું પડશે. હું નહી જણાવી શકું."
પીયૂષ ગોયલ પહેલા આજે MNS નેતા રાજ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સીએમ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે પણ હોસ્પિટલ પહોંચ્યા અને તેમના સ્વાસ્થ્ય અને તબિયત વિશે પૂછપરછ કરી. લતા મંગેશકરના બહેન અને પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે અને સુપ્રિયા સુલે પણ આજે હોસ્પિટલ પહોંચ્યા હતા. આશાએ કહ્યું કે લતા દીદીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશ લતા દીદી માટે પ્રાર્થના કરી રહ્યો છે.
લતા મંગેશકરને કોરોના અને ન્યુમોનિયાની સારવાર માટે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. બ્રિચકેન્ડી હોસ્પિટલ અને લતા મંગેશકરના ઘરની બહાર સિક્યોરિટી વધારવામાં આવી છે. 92 વર્ષીય લતા મંગેશકરની તબિયત નાજૂક હોવાના સમાચાર મળતાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ ના પ્રમુખ રાજ ઠાકરે તથા મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અસલમ શેખ લતાદીદીની ખબર પૂછવા માટે બ્રિચકેન્ડી હોસ્પિટલ પહોંચી ગયા હતા.