Lata Mangeshkar Death: લતા મંગેશકરના ચાહકો માટે માઠા સમાચાર છે. ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના નિધનની જાહેરાત કરી છે. મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સાથે ન્યૂમોનિયા થયો હતો. બે દિવસ પહેલા તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો હતો પરંતુ ગઈકાલથી તબિયત વધુ લથડી હતી. પરંતુ આજે તેમના નિધનના સમાચારથી કલા જગતમાં શોક છવાઈ ગયો છે.


મોદી પણ ભાવુક થઈ ગયા


27 જાન્યુઆરી 2014ના રોજ જ્યારે લતા મંગશેકરે આ ગીતની સુવર્ણ જયંતિ નિમિત્તે આ ગીત ગાયું ત્યારે નરેન્દ્ર મોદી પણ ત્યાં ભાવુક થઈ ગયા હતા. તે સમયે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ન હતા. લતા મંગેશકરે સભાના મંચ પરથી મોદી માટે ભાઈ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ભગવાનનો આભાર માને છે, જેના કારણે તેમને મોદીજીને મળવાનો મોકો મળ્યો.  તેમનામાં વડાપ્રધાન હોવાના તમામ ગુણો તેમાં છે. આના પર પીએમ મોદીએ હાથ જોડીને લતાજીનો આભાર માન્યો અને કહ્યું કે તમે દેશના ભારત રત્ન છો અને તમારા ગળામાંથી નીકળતો અવાજ માતા સરસ્વતીનું વરદાન છે. આ માત્ર એક ગીત નથી પરંતુ દેશના બહાદુર સપૂતોની અમર ગાથા છે, જેનું વર્ણન માત્ર તમે જ કરી શકો, સમગ્ર દેશને તમારા પર ગર્વ છે.






વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી લખ્યું કે દયાળુ અને સંભાળ રાખતી લતા દીદી અમને છોડીને ચાલી ગઈ છે. તેણે આપણા દેશમાં એક ખાલીપો છોડી દીધો છે જે ભરી શકાતો નથી. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ કરશે જેમની પાસે પોતાના સુરીલા અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરવાની અપ્રતિમ ક્ષમતા હતી






આ પણ વાંચોઃ લતાજીએ ચીન સાથેના .યુધ્ધમાં હાર પછી 'અય મેરે વતન કે લોગોં' લાલ કિલ્લા પરથી ગાઈને નહેરૂ સહિત આખા દેશને રડાવી દીધેલો....


Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરે આ કારણે નહોતા કર્યા લગ્ન, જાણો વિગ


Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરની અજાણી વાતો,  કાગળ  પર સૌથી પહેલા લખતા આ નામ