Lata Mangeshkar tests positive: દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. જેમાં અનેક સેલેબ્સ , રાજનેતાઓ ઝપેટમાં આવી ચુક્યા છે. જાણીતા સિંગર લતા મંગેશકર પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે.
36 ભાષામાં ગાયા છે હજારો ગીતો
સ્વરા કોકિલા લતા મંગેશકર, જે 93 વર્ષની થઈ ગઈ છે. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે તેમને ફિલ્મ મહલના ગીત 'આયેગા આને વાલા'થી ઓળખ મળી હતી. અત્યાર સુધી લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. લતા મંગેશકરે સંગીતની દુનિયામાં 80 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેણી 13 વર્ષની હતી ત્યારે તેણીએ પ્રથમ વખત ગીત રેકોર્ડ કર્યું હતું. આ દિવસ 16 ડિસેમ્બર 1941નો હતો.
લતાજીને ગાયકીના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.
આ ટોચના નેતાઓ થયા સંક્રમિત
દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભારતમાં આજે કેટલા નોંધાયા કોરોના કેસ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે અને 277 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 69957 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,21,446 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 6.5 ટકા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે 1.79 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ 4461 કેસ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 69.31,55,280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 જાન્યુઆરીએ 15,79.928 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
એક્ટિવ કેસઃ 8,21,446
કુલ ડિસ્ચાર્જઃ 34570131
કુલ મૃત્યુઆંકઃ484213
કુલ રસીકરણઃ 1,52,89,70,294