Lockdown News: દેશમાં કોરોનાના કેસે ઉથલો માર્યો છે અને ફરી એક વખત ત્રીજી લહેરમાં દૈનિક કેસ દોઢ લાખને પાર થઈ ગયા છે. આ દરમિયાન ઘણા રાજ્યોએ કડક નિયંત્રણો મૂક્યા છે. આ દરમિયાન તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમએ સુબ્રમણ્યમે લોકડાઉનને લઈ મોટું નિવેદન આપ્યું છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, તમિલાનાડુના આરોગ્ય મંત્રી એમએ સુબ્રમણ્યમે કહ્યું, હાલ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે અર્થતંત્રને નુકસાન ન થવું જોઈએ, નિયંત્રણોવાળું લોકડાઉન હાલ પૂરતું છે.


તમિલનાડુમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, તમિલનાડુમાં હાલ 62,767 એક્ટિવ કેસ છે. જ્યારે 27,14,643 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં કોરોનાએ 36,866 લોકોનો ભોગ લીધો છે.






ભારતમાં આજે કેટલા નોંધાયા કોરોના કેસ


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે અને 277 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 69957 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,21,446  પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 6.5 ટકા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે 1.79 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ 4461 કેસ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 69.31,55,280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 જાન્યુઆરીએ 15,79.928 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.


એક્ટિવ કેસઃ  8,21,446


કુલ ડિસ્ચાર્જઃ 34570131


કુલ મૃત્યુઆંકઃ484213


કુલ રસીકરણઃ 1,52,89,70,294


આ પણ વાંચોઃ કોરોના કાળમાં પણ વધ્યું લકઝરી કારનું વેચાણ, આ કંપનીએ તોડ્યો 117 વર્ષનો રેકોર્ડ


ભારતમાં કોરોના બેકાબૂ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા