LPG Cylinder Rate Cut 1st June: આજે 1 જૂને એલપીજી સિલીન્ડર (LPG Gas Cylinder Price Today)ના નવી કિંમતો જાહેરા થઇ ગઇ છે, અને 19 કિલોવાળા કૉમર્શિયલ સિલીન્ડરની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. આ સિલીન્ડર આજથી 135 રૂપિયા સસ્તો થઇ ગયો છે. સરકારી પેટ્રૉલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કૉમર્શિયલ સિલીન્ડરના ભાવમાં 135 રૂપિયાનો સારો એવો ઘટાડો કરી દેવામાં આવ્યો છે, જે પછી ઇન્ડેન સિલીન્ડર 135 રૂપિયા સસ્તો થઇને દિલ્હીમાં 2219 રૂપિયા પ્રતિ સિલીન્ડરના રેટ સાથે મળશે. 


ઘરેલુ વપરાશકર્તાઓને ના મળી રાહત -
ઘરેલુ વરરાશ કર્તાઓ એટલે કે 14.2 KG વાળા સિલીન્ડરનો ઉપયોગ કરનારા ગ્રાહકોને આ સિલીન્ડર પર આજે કોઇ રાહત નથી મળી. આ રેટમાં કોઇ ફેરફાર નથી થયો, અને આ 19 મે વાળા રેટ પર જ યથાવત છે. 


જાણો તમારા શહેરમાં સિલીન્ડરના ભાવ (19 KG)
દિલ્હીમાં 2354 ની જગ્યાએ 2219 રૂપિયામાં મળશે.
મુંબઇમાં 2306 ની જગ્યાએ 2171.50 રૂપિયામાં મળશે. 
કોલકત્તામાં 2454ની જગ્યાએ 2322 રૂપિયામાં મળશે. 
ચેન્નાઇમાં 2507ની જગ્યાએ 2373 રૂપિયામાં મળશે. 


એપ્રિલ-મેમાં સતત વધ્યા ભાવ - 
કૉમર્શિયલ એલપીજી સિલીન્ડરની કિંમતોમાં એપ્રેલ અને મેમાં કેટલીયવાર વધારો થયો છે. માર્ચમાં 19 કિલોગ્રામ વાળો જે સિલીન્ડર દિલ્હીમાં 2012 રૂપિયા હતો તે 1 એપ્રિલે 2253 રૂપિયા પર આવી ગયો છે. ઠીક એક મહિલા પહેલા 1 મેએ આની કિંમતોમાં 102 રૂપિયાનો વધારો થયો છે. આ પછી 19 કિલોગ્રામ વાળા કૉમર્શિયલ સિલીન્ડર 2354 રૂપિયા પર આવી ગયો છે. 


રસોઇ ગેસ (LPG)ના કિેંમતો મેમાં અનેકવાર વધી-ઘટી -
મેમાં ઘરેલુ એલપીજી સિલીન્ડરની કિંમતો બે વાર વધી જે અંતર્ગત 7 મેએ ઘરેલુ એલપીજી 50 રૂપિયા મોંઘો થયો હતો. જ્યારે 19 મેએ પણ 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જે પછી ઘરેલુ એલપીજી 1000 રૂપિયા પાર થઇ ગયો. 7 મેએ કૉમર્શિયલ ગેસ સિલીન્ડર 10 રૂપિયા સસ્તાં કરવામાં આવ્યો હતો. વળી, 19 મે આની કિંમતમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.


 


આ પણ વાંચો........


વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો


Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ


Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક


Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો


Ahmedabad Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં ફરી કોરોના વર્તાવશે કહેર ? રાજ્યના માત્ર 75 ટકા કેસ નોંધાયા આ શહેરમાં


ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા