Fir filed against Ms Dhoni: પૂર્વ ભારતીય કેપ્ટન અને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળનાર મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં છે. બિહારના બેગૂસરાયમાં કેપ્ટન કૂલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસમાં ધોની સિવાય 7 અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસ છેતરપિંડી સાથે સંબંધિત છે.
ખાતર વેચનાર કંપનીનો કેસઃ
આ કેસ ખાતર વેચનાર વ્યક્તિએ ધોની અને અન્ય 7 લોકો વિરુદ્ધ દાખલ કર્યો છે. આરોપ છે કે, 30 લાખ રૂપિયાના ચેક બાઉન્સ થવાના મામલામાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આ બે કંપનીઓ વચ્ચેનો વિવાદ છે. એક ખાતર કંપનીએ તેના ઉત્પાદનના વેચાણ માટે એસકે એન્ટરપ્રાઇઝ બેગુસરાય નામની એજન્સી સાથે બોન્ડ કર્યો હતો. કંપની વતી ખાતર બેગુસરાયની એજન્સીને મોકલવામાં આવતું હતું પરંતુ કંપનીના માર્કેટિંગનો સાથ મળ્યો ન હતો. એવો આરોપ છે કે, કંપનીએ ઉત્પાદનના વેચાણ દરમિયાન આ કંપનીએ સહકાર આપ્યો ન હતો, જેના કારણે ખાતરનો મોટો જથ્થો વેચાયો નહોતો. આ પછી બેગૂસરાયની એજન્સીના માલિક નીરજે કંપની પર અસહકારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેના કારણે તેને નુકસાન થયું છે.
ચેક બાઉન્સ થયોઃ
બેગૂસરાયની એજન્સીએ લગાવેલા આરોપ બાદ ખાતર કંપનીએ વધેલા ખાતરને પાછો લઈ લીધો હતો અને તેના બદલામાં તેમની એજન્સીના નામે 30 લાખનો ચેક પણ આપ્યો હતો, પરંતુ તે બાઉન્સ થયો હતો. તેની માહિતી કંપનીને લીગલ નોટિસ દ્વારા આપવામાં આવી હતી. હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી સાથે જ કંપનીએ ચેક બાઉન્સ થવા મામલે કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી. આ પછી કંપનીના સીઈઓ રાજેશ આર્ય અને કંપનીના અન્ય સાત પદાધિકારીઓ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. આ ખાતરની પ્રોડક્ટની જાહેરાત મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કરવામાં આવી હતી, તેથી ધોનીનું નામ પણ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
આ કેસમાં ધોનીનું નામ પણ છે
મહેન્દ્ર સિંહ ધોનીએ આ પ્રોડક્ટની જાહેરાત કરી હતી, તેથી નીરજ કુમાર નિરાલાએ પણ ધોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કોર્ટે આ મામલાને સ્વીકારી લીધો છે અને તેના પર આગામી સુનાવણી 28 જૂને થશે. આ કેસમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ થવાને કારણે આ મામલો હાલ ભારે ચર્ચામાં છે