Petrol Diesel Rates: ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ ડબલ્યૂટીઆઇ અને બ્રેન્ટ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે. આ બધાની વચ્ચે ભારતમાં ઇંધણ સપ્લાયર કંપનીઓએ પેટ્રૉલ ડીઝલના નવા રેટ જાહેર કરી દીધા છે. કેટલાય શહેરોમાં પેટ્રૉલ ડીઝલની કિંમતના ભાવ બદલાયા છે, તો કેટલાય શહેરોમાં હજુ પણ ફ્યૂલના રેટ્સ સમાન છે.
દેશના મુખ્ય શહેરો નવી દિલ્હીમાં પેટ્રૉલ-ડીઝલના રેટ સ્થિર છે. પેટ્રૉલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર પર છે. આ ઉપરાંત ચેન્નાઇમાં પેટ્રૉલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો અહીં પેટ્રૉલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર પર છે. વળી, કોલકત્તામાં પેટ્રૉલ 106.03 રૂપિયા, જ્યારે ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઇ રહ્યું છે.
આ શહેરોમાં બદલાયા પેટ્રૉલ-ડીઝલના રેટ -
નોઇડામાં 18 માર્ચે પેટ્રૉલના રેટ 96.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર પર છે.
ગુરુગ્રામમાં 8 પૈસા સસ્તુ પેટ્રૉલ 96.84 રૂપિયા અને ડીઝલ 89.72 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે.
લખનઉમાં પેટ્રૉલ 4 પૈસા સસ્તું થઇને 96.57 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
હૈદરાબાદમાં પેટ્રૉલ 109.66 રૂપિયા અને ડીઝલ 97.82 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર થયેલું છે.
પટનામાં પેટ્રૉલ 58 પૈસા મોંઘુ થઇને 107.74 રૂપિયા અને ડીઝલ 54 પૈસા સસ્તુ થઇને 94.51 રૂપિયા પ્રતિ લીટર પર છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચુ તેલ -
કૉમેડિટી માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 2.99 ના ઘટાડાની સાથે 72.47 ડૉલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. વળી, ડબલ્યૂટીઆઇ કાચુ તેલ 2.94 ટકાના ઘટાડાની સાથે 66.34 રૂપિયા પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે.
ઘરે બેઠાં ચેક કરો પેટ્રૉલ-ડીઝલના ભાવ -
દરરરોજ ફ્યૂલના રેટ જાહેર કરવામાં આવે છે, તમામ શહેરોના ઇંધણ રેટ અલગ અલગ હોય છે. તમે પેટ્રૉલ-ડીઝલના ભાવોને ચેક કરવા માટે એસએમએસ સુવિધાનો લાભ ઉઠાવી શકો છે.
એચપીસીએલ (HPCL) ના ગ્રાહકો HPPRICE <ડીલર કૉડ>લખીને 9222201122 નંબર પર મેસેજ કરે. વળી, ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો પોતાના શહેરના ફ્યૂલ રેટ્સ ચેક કરવા માટે RSP<ડીલર કૉડ> લખીને 9224992249 નંબર પર મોકલી દો. બીપીસીએલ (BPCL) ના ગ્રાહકો RSP<ડીલર કૉડ> લખીને 9223112222 નંબર પર મોકલી દો. આ પછી તમને નવા રેટ વિશે જાણકારી આપવામાં આવશે.