નવી દિલ્હી: મંગળવાર અને બુધવારે હવામાન વિભાગે વરસાદ, હિમવર્ષા અને શીત દિવસની ચેતવણી જાહેર કરી છે. સતત વરસાદ અને હિમવર્ષાના કારણે ફક્ત પહાડ જ નહીં પણ મેદાની વિસ્તારમાં પણ હાડ થિજવતી ઠંડી પડી શકે છે. આ કારણે પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની જાણકારી અનુસાર 7 અને 8 જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં વરસાદ, કરા અને બરફવર્ષા થશે. 7 જાન્યુઆરીએ દહેરાદૂન, હરિદ્વાર, ઉધમ સિંહ નગર, પૌરી અને નૈનિતાલમાં કરાના તોફાનની સંભાવના છે. 8મી જાન્યુઆરીએ 2500 મીટરથી ઉપરના વિસ્તારોમાં ભારે બરફવર્ષા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ઠંડા દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બરફવર્ષાના ચેતવણીને કારણે મસૂરી અને ધનૌલ્ટિમાં વધારે સેનાની તૈયારી કરવામાં આવી છે. સી.ઓ. મસૂરીને મસૂરીમાં કેમ્પ કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આગામી બે દિવસ હિમવર્ષા થાય તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે તેવી સંભાવના છે. મસૂરીમાં વધતાં દબાણના કિસ્સામાં દૂનથી જ ટ્રાફિકને ડાયવર્ટ કરવાની યોજના છે.

સોમવારે તાપમાનનો પારો 15.1 ડિગ્રી પર પહોંચી ગયો હતો. વરસાદ સાથે ઠંડો પવન પમ ફૂંકાતો હતો. બજારો સૂમસામ જોવા મળ્યા હતાં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે દહેરાદૂનમાં વિવિધ સ્થળોએ વરસાદની સાથે કરા પણ પડે તેવી સંભાવના છે. ત્યાર બાદ 8મી જાન્યુઆરીએ કોલ્ડ ડે માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં લોકોને ઠંડીથી બચવાની સલાહ આપવામાં આવી છે.