Delhi Assembly Elections 2025: દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. આ વખતે દિલ્હી વિધાનસભામાં ત્રિકોણીય મુકાબલો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી ત્રણેય મળીને સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.

આ સંદર્ભમાં સી વોટરનો સ્નેપ પોલ બહાર આવ્યો છે. આ સ્નેપ પોલમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીને થોડી લીડ મળતી જોવા મળી રહી છે.

જાણો સર્વેમાં શું બહાર આવ્યું

સી વોટરના સ્નેપ પોલમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું દિલ્હીમાં લોકો આમ આદમી પાર્ટીની સરકાર બદલવા માંગે છે. સર્વના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરીના આંકડા મુજબ 45 ટકા લોકો સરકાર બદલવા માંગે છે અને 51 ટકા લોકો નથી ઈચ્છતા કે સરકાર બદલાય. 6 જાન્યુઆરીના ડેટામાં કહેવામાં આવ્યું હતું કે 46 ટકા લોકો સરકાર બદલવા માંગે છે અને 49 ટકા લોકો સરકાર બદલવા માંગતા નથી. ગત વખતની સરખામણીએ આ વખતે આમ આદમી પાર્ટીને થોડો ફાયદો થયો છે.

કોંગ્રેસના વોટ ઘટવાથી ભાજપને ફાયદો થશે

સી વોટરના યશવંત દેશમુખે આજતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "પહેલાં એવું કહેવાતું હતું કે જો કોંગ્રેસના વોટ ઘટશે તો આમ આદમી પાર્ટીને ફાયદો થશે. પરંતુ આ વખતે ભાજપને ફાયદો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે જે કોંગ્રેસના મતદારો સરકાર બદલવા માંગે છે. તેઓ પણ ભાજપને મત આપી શકે છે.

દિલ્હી ચૂંટણી માટે AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે

આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનિતા કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. AAP નેતાઓએ રવિવારે આ જાણકારી આપી. આમ આદમી પાર્ટી (AAP)ના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં પાર્ટીના સાંસદો સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને હરભજન સિંહ તેમજ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો સમાવેશ થાય છે.

AAP નેતાઓએ જણાવ્યું કે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલ, ધારાસભ્યો દિલીપ પાંડે, ગુલાબ સિંહ અને ઋતુરાજ ઝા પણ યાદીમાં સામેલ છે. તેમણે કહ્યું કે ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, રઘુવિંદર શૌકીન, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવત સહિત આપ સરકારના તમામ મંત્રીઓ પણ પાર્ટીના સ્ટાર પ્રચારક છે.

આ પણ વાંચો...

‘સાધુ નહીં, લફંગો હતો...’: IITian બાબાને જુના અખાડામાંથી હાંકી કાઢવા પર આરોપ-પ્રત્યારોપ