IITian Baba expelled Juna Akhara: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ચર્ચામાં રહેલા 'IITian બાબા' એટલે કે અભય સિંહને જુના અખાડામાંથી હાંકી કાઢવાના મામલે વિવાદ વકર્યો છે. અભય સિંહ, જેઓ IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવાનો દાવો કરે છે અને આધ્યાત્મિક માર્ગે વળ્યા છે, તેમના પર જુના અખાડા દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જ્યારે બાબાએ આ આરોપોને ફગાવી દીધા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભય સિંહ પર તેમના ગુરુ મહંત સોમેશ્વર પુરી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. આ કારણે તેમને જુના અખાડા કેમ્પ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જુના અખાડાના સભ્યોનો આરોપ છે કે અભય સિંહે તેમના ગુરુ મહંત સોમેશ્વર પુરી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જુના અખાડાના એક સભ્યએ કહ્યું, “તે અમને બદનામ કરી રહ્યો હતો. તે સંત નહોતા પણ વાગડ હતા.” અખાડાએ એ પણ સ્પષ્ટ કર્યું કે અભય સિંહ કોઈના શિષ્ય નથી અને તેમનો અખાડા સાથે કોઈ ઔપચારિક સંબંધ નથી.
બીજી તરફ, NDTVના અહેવાલ મુજબ, અભય સિંહે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે જુના અખાડાના સંતો તેમની ઈર્ષ્યા કરે છે, કારણ કે તેમની લોકપ્રિયતા વધી રહી છે. બાબાએ કહ્યું, "તેઓ મારા વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમને ડર છે કે કદાચ હું તેમના વિશે કંઈક જાહેર કરી દઉં." સોશિયલ મીડિયા પર ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા અભય સિંહે દાવો કર્યો હતો કે તે સિક્રેટ મેડિટેશન માટે ગયા હતા.
અભય સિંહે ન્યૂઝ ચેનલ NDTVને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના બાળપણના સંઘર્ષ અને પારિવારિક સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના માતા-પિતા વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને બાળપણમાં ઘરેલુ હિંસાની ઘટનાઓએ તેમના પર ઊંડી અસર કરી હતી.
અભય સિંહ, જેમને 'એન્જિનિયર બાબા' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ હરિયાણાના રહેવાસી છે. તેઓ દાવો કરે છે કે તેમણે IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ એકબીજા સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો...
સૈફ અલી ખાન પર હુમલાનું રહસ્ય ખુલ્યું, આ કારણે આરોપીએ સૈફના ઘરને બનાવ્યું નિશાન