બાબા સિદ્દીકી હત્યાકાંડ:66 વર્ષના NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કરનારા બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.


66 વર્ષીય NCP નેતા બાબા સિદ્દીકની શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. તેના પર ત્રણ લોકોએ ગોળીબાર કર્યો હતો. ગંભીર હાલતમાં તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જો કે  જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આ હત્યા કેસમાં ત્રણેય લોકોની  ધરપકડ કરવામાં આવી છે. પોલીસને જણાવ્યું છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના છે.


કેવી રીતે કરવામાં આવી હત્યા?


1- સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય આરોપીઓને હત્યાના 15 દિવસ પહેલા હથિયાર મળ્યા હતા. પોલીસે હથિયાર કબજે કર્યું છે.


2- હુમલાખોરો છેલ્લા 25-30 દિવસથી કુર્લામાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેનું ભાડું 14 હજાર રૂપિયા પ્રતિ માસ હતું.


3- આ લોકોએ છેલ્લા ઘણા અઠવાડિયાથી બાબા સિદ્દીકીની રેકી કરી હતી. બાબા સિદ્દીકીના ઘરથી લઈને ઓફિસ સુધી દરેક જગ્યાએ રેકી કરવા ગયા હતા.હુમલાખોરોને 4-50-50 હજાર રૂપિયા આપ્યા હતા.


5- મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર,2 આરોપીની ધરપકડ થઇ ગઇ છે. આરોપી  ઓટો રિક્ષામાં સ્થળ પર ગયા હતા. ત્રણેય થોડીવાર રાહ જોયા અને પછી સિદ્દીકી પર હુમલો કર્યો.


6- પોલીસનું માનવું છે કે કોઈ અન્ય વ્યક્તિ તેમને સિદ્દીકીના લોકેશન વિશે માહિતી આપી રહ્યો હતો.


7- સિદ્દીકી પર છ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આમાંથી ચાર ગોળી તેની છાતીમાં જવાગી હતી.પકડાયેલો 8- 23 વર્ષનો ગુરમેલ બલજીત સિંહ હરિયાણાનો રહેવાસી છે.


9- બીજો આરોપી 19 વર્ષીય ધર્મરાજ રાજેશ કશ્યપ ઉત્તર પ્રદેશનો છે.


10- ત્રીજો આરોપી શિવકુમાર ફરાર છે. મુંબઈ પોલીસે બંનેની માહિતી માટે હરિયાણા અને યુપી પોલીસનો સંપર્ક કર્યો છે.