Rahul Gandhi: NCP નેતા બાબા સિદ્દીકી(Baba Siddiqui) ની હત્યાને લઈને પોલીસ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એંગલથી તપાસ કરી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે આવનારા સમયમાં બોલિવૂડના વધુ કેટલાક સ્ટાર્સ અને રાજનેતાઓને નિશાન બનાવી શકે છે. આ દરમિયાન, ઓડિયા અભિનેતા બુદ્ધાદિત્ય મોહંતીએ એક પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઈને રાહુલ ગાંધીને આગામી લક્ષ્ય બનાવવાની માંગ કરી હતી. તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને હવે હોબાળો મચી ગયો છે. આ સંદર્ભમાં, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ આ વિવાદાસ્પદ પોસ્ટ પોસ્ટ કરવા બદલ એક ઓડિયા અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.


સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી વિશે આ વાત કહી હતી


બુદ્ધાદિત્ય મોહંતીએ તેના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. મોહંતીએ આ પોસ્ટમાં લખ્યું છે કે, મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું આગામી નિશાન રાહુલ ગાંધી હોવું જોઈએ. જો કે, આ પોસ્ટ પર હંગામો થતાં તેણે તેને ડીલીટ કરી દીધી. તેમની પોસ્ટનો નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI એ કહ્યું હતું કે તેઓ તેમના નેતા વિરુદ્ધ આવા નિવેદનો સહન કરશે નહીં.


નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ ઓડિયા અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે FIR નોંધી છે.


સોશિયલ મીડિયા પર માફી માંગી


વિવાદ વધ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી. તેણે લખ્યું, રાહુલ ગાંધીજી વિશેની મારી અગાઉની પોસ્ટનો હેતુ તેમને નિશાન બનાવવાનો કે તેમને નુકસાન પહોંચાડવાનો કે કોઈ પણ રીતે તેમનું અપમાન કરવાનો ન હતો. મારો ઈરાદો તેમની વિરુદ્ધ લખવાનો ન હતો. જો અજાણતાં મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો, હું પુરા દિલથી માફી માંગુ છું. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં બાબા સિદ્દીકી હત્યા બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસે સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દીધી હતી.


આ પણ વાંચો...


Upcoming IPO: ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની લાવશે 4000 કરોડનો IPO, સેબીમાં જમા કરાવ્યા દસ્તાવેજ