દિલ્હી હાઈકોર્ટની એક વર્ચ્યુઅલ કોર્ટ કાર્યવાહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોર્ટરૂમમાં કોઈ દલીલ કે ન્યાયાધીશ દ્વારા વકીલને ઠપકો આપવા સાથે સંબંધિત નથી પરંતુ તેમાં એક વકીલ ઓનલાઈન સુનાવણી અગાઉ અયોગ્ય વર્તન કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના મંગળવારે બની હોવાનું કહેવાય છે અને કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ન હતી અને લોકો ન્યાયાધીશના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

Continues below advertisement

Continues below advertisement

વીડિયોમાં જોઈ શકાય છે કે વકીલ પોતાના રૂમમાં બેઠેલો દેખાય છે, જે કેમેરાથી આંશિક રીતે દૂર છે અને તેનો એક તરફનો ચહેરો જોવા મળી રહ્યો છે.

સાડી પહેરેલી એક મહિલા તેમની સામે ઉભી જોવા મળે છે. ત્યારબાદ વકીલ તેનો હાથ ખેંચીને પોતાની તરફ ખેંચતો જોવા મળે છે. મહિલા ખચકાટ અનુભવે છે અને પ્રતિકાર કરતી દેખાય છે, પરંતુ વકીલ તેને કિસ કરી લે છે અને પછી પાછળ હટી જાય છે

પોસ્ટ કર્યાના બે કલાકથી ઓછા સમયમાં આ વીડિયોને 89.7K થી વધુ વ્યૂ મળ્યા છે. વીડિયોમાં વકીલ અને મહિલાની ઓળખ હજુ સુધી પુષ્ટી થઈ નથી. એબીપી અસ્મિતા વાયરલ ફૂટેજની સત્યતાની પુષ્ટી કરતું નથી.                                       

યુઝર્સની પ્રતિક્રિયા

વાયરલ વીડિયો પર ઈન્ટરનેટ યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમ કોર્ટના વકીલ શશાંક શેખર ઝાએ "દિલ્હી હાઈકોર્ટ" કેપ્શન સાથે વીડિયો ફરીથી શેર કર્યો છે. સુપ્રીમ અને દિલ્હી હાઈકોર્ટના વકીલ કુમાર દીપરાજે કહ્યું હતું, "તેઓ ન્યાયાધીશ નથી. તેઓ એક વકીલ લાગે છે. આ દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ જ્યોતિ સિંહની કોર્ટ છે અને કોર્ટ સત્રમાં નહોતી." નોંધનીય છે કે અગાઉ જૂન મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ ટોઇલેટમાં બેસીને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીમાં હાજરી આપતો જોવા મળ્યો હતો.