Learning License Applying Process: ભારતમાં જેટલા પણ વાહન ચાલકો છે, તે બધાએ મોટર વાહન અધિનિયમ હેઠળ બનાવેલા નિયમોનું પાલન કરવું પડે છે. મોટર વાહન નિયમો હેઠળ ભારતમાં બધાને વાહન ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. ડ્રાઈવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવા પર દંડ કરવામાં આવે છે.
ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવા માટે પહેલા તમારે લર્નિંગ લાઇસન્સ બનાવવું પડે છે. ઘણા લોકો આ માટે બ્રોકરની મદદ લે છે. બ્રોકર પાસેથી ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવા પર વધારે પૈસા ચૂકવવા પડે છે. એટલે જ બ્રોકરને બદલે તમે પોતે જ લર્નિંગ લાઇસન્સ માટે ઘરે બેઠા અરજી કરી શકો છો. આ માટેની પ્રક્રિયા શું છે તે જાણીએ.
ઘરે બેઠા કરી શકો છો લર્નિંગ લાઇસન્સ માટે અરજી
ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ બનાવવા માટે સૌ પ્રથમ તમારે પરિવહન મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ https://sarathi.parivahan.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ તમારે તમારું રાજ્ય પસંદ કરવું પડશે. પછી તમારે અપ્લાય ફોર લર્નર લાઇસન્સના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. અહીં તમારે તમારા આધાર કાર્ડ નંબર દ્વારા અપ્લાયના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. આમાંથી તમારે એ પણ પસંદ કરવું પડશે કે તમે ટેસ્ટ ઘરે બેઠા આપશો કે પછી આરટીઓ ઓફિસ જઈને.
ત્યારબાદ તમારે આધાર કાર્ડની વિગતો અને મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. પછી તમારે જનરેટ ઓટીપી પર ક્લિક કરવું પડશે. ઓટીપી દાખલ કર્યા પછી તમારે નીચે ટિક બોક્સ પર ક્લિક કરીને પેમેન્ટ મોડ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારે 10 મિનિટનો એક ટ્યુટોરિયલ વીડિયો જોવો પડશે જેમાં ડ્રાઈવિંગને લગતી કેટલીક સૂચનાઓ આપવામાં આવી હશે. વીડિયો પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી અને પાસવર્ડ આવશે.
ત્યારબાદ તમારે તમારું ફોર્મ ભરવું પડશે અને ટેસ્ટ આપવાનું શરૂ કરવું પડશે. આ દરમિયાન તમારે તમારા મોબાઇલ ફોનનો ફ્રન્ટ કેમેરા કે વેબકેમ ચાલુ રાખવો પડશે. ટેસ્ટ પાસ કરવા માટે તમારે 10 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. જો તમે ટેસ્ટમાં ફેલ થશો તો તમને ફરીથી ટેસ્ટ આપવાની તક આપવામાં આવશે. પરંતુ આ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તમે ટેસ્ટમાં પાસ થઈ જાઓ છો, તો તમને પીડીએફ ફોર્મમાં જ લર્નર લાઇસન્સ મળી જશે. જેને તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ આઉટ કરાવી શકો છો.
કાયમી ડ્રાઈવિંગ લાઇસન્સ માટે જવું પડશે આરટીઓ ઓફિસ
પરંતુ જો ત્યારબાદ તમને પર્માનેન્ટ લાઇસન્સ જોઈએ તો તમારે આ માટે આરટીઓ ઓફિસ જવું પડશે. ત્યાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવી પડશે, ત્યારબાદ જ તમને કાયમી લાઇસન્સ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ