Happy New Year 2024: 2023ના છેલ્લા દિવસે દેશભરના લોકોએ નવા વર્ષ 2024 ની ઉજવણી કરી અને તેનું સ્વાગત કર્યું હતું.  આ પ્રસંગે એકબીજાને અભિનંદન સંદેશ પણ આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશવાસીઓને અભિનંદન સંદેશ આપ્યો હતો પરંતુ તેમના સંદેશમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ગાઝાની અંદર માર્યા ગયેલા લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.






સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કોગ્રેસ નેતાએ લખ્યું હતું કે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ કે અને એકબીજાને શુભકામનાઓ પાઠવીએ છીએ કે આપણા જીવનમાં પ્રેમ, શાંતિ રહે, આવો આપણે ગાઝામાં આપણા ભાઈઓ અને બહેનોને યાદ કરીએ જેઓ તેમના જીવન, ગૌરવ અને સ્વતંત્રતાના અધિકાર પર સૌથી અન્યાયી અને અમાનવીય હુમલાનો સામનો કરી રહ્યા છે."


'દુનિયાના કહેવાતા નેતાઓ મૌન છે'


તેમણે પોતાના મેસેજમાં વધુમાં લખ્યું હતું કે “એક તરફ આપણા બાળકો ઉજવણી કરી રહ્યા છે અને બીજી તરફ તેમના બાળકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી રહી છે. દુનિયાના કહેવાતા નેતાઓ ચૂપચાપ જોઇ રહ્યા છે અને સત્તાની લાલચની શોધમાં બિંદાસ થઇને આગળ વધી રહ્યા છે. પછી એવા લાખો લોકો છે જેઓ ગાઝામાં થઈ રહેલી ભયાનક હિંસાનો અંત લાવવાની માંગ સાથે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને તે લાખો બહાદુર દિલવાળા લોકો આપણા માટે આવતીકાલની નવી આશા લઇને આવ્યા છે. તેમાંના એક બનો.


ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે અવાજ ઉઠાવી રહ્યા છે અને ગાઝા પર હુમલાને લઈને સતત યુદ્ધવિરામની માંગ કરી રહ્યા છે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં એક તરફ લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને ફટાકડા ફોડી રહ્યા છે, તો બીજી તરફ ગાઝામાં ખંડેર અને વિસ્ફોટ બતાવવામાં આવ્યા છે.